ઇપીએફઓ ખાતાધારકોને નાણામંત્રી ખુશ કરવા વિચારે છે

  • February 23, 2021 01:03 AM 498 views

પીએફ સાથે જોડાયેલો આ નવો નિયમ એક એપ્રિલથી લાગૂ થવા જઇ રહ્યો છે. આ નિયમ ખાસકરીને તે લોકો પર અસર કરશે જેની આવક વધુ છે અને ઇપીએફમાં વધુ કોન્ટ્રિબ્યૂટ કરે છે પરંતુ તેમા ફરી પાછી એક નવી આશા જાગી છે અને બજેટ બાદ લોકોમાં નારાજગી વધી જતા કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે એક એવી હૈયાધારણ આપી છે કે બજેટમાં જાહેર થયેલા આ પગલાની હવે પુન:સમિક્ષા થશે અને ટેકસની લીમીટમાં લોકોને રાહત મળે તેવો ફેરફાર પણ થઇ શકે છે.

 


એક ખાસ મુલાકાતમાં નાણામંત્રીએ ટુંક સમયમાં જ આ નિર્ણય પર પુન:સમિક્ષા કરવાની ખાતરી આપી છે અને કહ્યુ છે કે લોકોને વધુ ફાયદો મળે તેવો જ હંમેશા સરકારનો હેતુ રહ્યો છે.

 


જોકે આ વખતે બજેટની જાહેરાત કરવામાં આવી હતી કે જે લોકોનું કોઇપણ નાણાકીય વર્ષમાં પીએફમાં જેનું વાર્ષિક યોગદાન 2.5 લાખ રૂપિયાથી વધુ છે, તેમને તેના વ્યાજ પર ટેક્સ છૂટ નહી મળે. હવે આ નિર્ણયમાં ફેરવિચારણા થયા બાદ નવો નિર્ણય જાહેર થવાની પુરેપુરી શકયતા છે.

 


નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 2021-21 ના પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ’વધુ આવક પ્રાપ્ત કરનાર કર્મચારીઓ દ્રારા કમાયેલી આવક પર આપવામાં આવતી છૂટને યુક્તસંગત બનાવવા માટે હવે આ પ્રસ્તાવ કરવામાં આવે છે કે વિભિન્ન ભવિષ્ય નિધિઓમાં કર્મચારીઓના અંશદાન પર કમાયેલ વ્યાજની આવક પર ઇનકમ ટેક્સ છૂટની સીમાને 2.5 લાખ રૂપિયાથી વાષિક અંશદાન સુધી સિમિત રાખવામાં આવે. આ એક એપ્રિલથી લાગૂ કરવામાં આવશે.

 


સરકારનો દાવો છે કે તેનાથી એક ટકાથી ઓછા કર્મચારી પ્રભાવિત થશે. વ્યય સચિવ ટીવી સોમનાથને કહ્યું કે હકિકતમાં જે લોકો 2.5 લાખથી વધુનું યોગદાન કરી રહ્યા છે, તેમની સંખ્યા ઇપીએફમાં યોગદાન કરનારાઓની કુલ સંખ્યા એક ટકાથી પણ ઓછી છે. ઇપીએફઓના અંશધારકોની સંખ્યા છ કરોડ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application