આ મહિનાના અંતમાં એકટીવ પેશન્ટની સંખ્યા થઈ જશે ૧૦૦૦ની અંદર

  • May 26, 2021 08:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ માત્ર ૧,૨૧૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

૯૫ પોઝિટિવ  ૪૮૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત, બે દર્દીના મોત 

 

 

મંગળવારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૪૪૧ અને તાલુકાઓમાં ૪૮ કેસ મળી કુલ ૪૮૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૨૦,૮૬૩ કેસ પૈકી હાલ માત્ર  ૧,૨૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. 

 

 

ભાવનગર જિલ્લામા મંગળવારે  ૯૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૦,૮૬૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૩૨ પુરૂષ અને ૧૬ સ્ત્રી મળી કુલ ૪૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૪, ઘોઘા તાલુકામાં ૭, તળાજા તાલુકામાં ૧૧, મહુવા તાલુકામાં ૮, ગારીયાધાર તાલુકામાં ૨, સિહોર તાલુકામાં ૧૪ તેમજ જેસર તાલુકામાં ૧ કેસ મળી કુલ ૪૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

 

 

આ સાથે  ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીઓ અને તળાજા તાલુકાનાં સરતાનપર ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 

 

 

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS