અષાઢના અંતમાં આખરે ભાવનગર શહેર -જિલ્લો કોરોનામુક્ત

  • August 05, 2021 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંતિમ એક્ટિવ કેસના દર્દી થયો ડિસ્ચાર્જ :બીજી લહેર પૂર્ણ 

 

 

કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ છે. ગઈ કાલે હવે  ભાવનગર શહેર કે તાલુકા-ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ સારવારમાં નથી અને કોઈ નવો કેસ પણ નોંધાયો નથી.  ગ્રામ્ય પંથકમાં જે એક પોઝિટિવ દર્દી સારવારમાં હતો તે કોરોનામુક્ત થતા આ સાથે વિદાય લેતા અષાઢની સાથે કોરોનાના બીજા તબક્કાએ પણ વિદાય લીધી છે. આ સાથે સમગ્ર શહેર-જિલ્લો કોરનામુક્ત થઇ ગયો છે. 

 

 

3 માસ પૂર્વે 4 મેએ ભાવનગરને કોરોનાએ બરાબર ભીંસમાં લીધેલું અને ત્યારે 4500થી વધુ એક્ટિવ કેસ હોસ્પિટલોમાં હતા. કાલે ભાવનગર શહેર કે તાલુકા-ગ્રામ્ય પંથકમાં એક પણ નવો કેસ ન મળતા સતત છઠ્ઠા દિવસે એક પણ નવો પોઝિટિવ કેસ મળ્યો નથી. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 14,009 કેસ નોંધાયા છે અને તેની સામે કુલ 13,849 દર્દીઓ સાજા થઇ જતા શહેર કક્ષાએ કોરોનામાં રિકવરી રેઇટ 98.86 ટકા થઇ ગયો છે.  ભાવનગર તાલુકા -ગ્રામ્યમાં કોરોના પોઝિટિવના કુલ 7418 કેસ મળ્યા અને તેની સામે 7281 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા તાલુકા-ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 98.15 ટકા થઇ ગયો છે. સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કુલ 21.427 દર્દીઓ મળ્યા છે અને તેની સામે 21,130 દર્દીઓ કોરોનામુક્ત થતા જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.61% થયો છે.

 

 

ગત મે માસમાં જ્યારે કોરોનાની બીજી લહેર તેની ટોચે હતી ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં મે માસના પ્રથમ ચાર દિવસમાં કુલ 2310  પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે હવે કોરોનાની બીજી લહેર પૂર્ણ થઇ ગઇ છે ત્યારે આ ઓગસ્ટના ચાર દિવસમાં એક પણ નવો પોઝિટિવ કેસ મળ્યો નથી. 3 માસ પૂર્વે 4 મેએ ભાવનગર શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 3087 હતી જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીની સંખ્યા 1415 થઇ જતા સમગ્રબ જિલ્લામાં એક્ટિવ દર્દીની સંખ્યા વધીને 4502 થઇ ગઇ હતી. તે  0 થઇ ગઇ છે. આ સાથે ભાવનગર કોરોના મુક્ત તો થયુ છે પરંતુ તહેવારો આવી રહ્યા છે અને ત્રીજી લહેર પણ શરૂ થઈ ગઈ છે ત્યારે સાવચેતી આવશ્યક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS