અંજારમાં ઉભેલી ટ્રકમાં છકડો અથડાતાં ચાલક ઇજાગ્રસ્ત

  • August 01, 2020 10:19 AM 630 views


ગાંધીધામ : અંજારની ભુજ ઓકટ્રોચોકી વિસ્તારમાં રસ્તા પર ઉભેલી ટ્રકના પાછળના ભાગે પેસેન્જર છકડો ભટકાતા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ અંજારમાં ભારે વાહનોની દિવસ દરમ્યાન પ્રવેશબંધી હોવા છતાં ભુજ ઓકટ્રોચોકી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટરોની ઓફિસો હોવાના કારણે ભરચક વિસ્તારમાં રસ્તા પર જ ટ્રકો ઉભી રાખી દેવામાં આવે છે. જે અંતર્ગત આજે પણ જાહેર માર્ગ પર ટ્રક ઉભી રાખી દેવામાં આવી હોવાના કારણે પાછળથી પુરઝડપે આવી રહેલા પેસેન્જર રીક્ષા (છકડો)ના ચાલકે ઉભેલી ટ્રકમાં ધડાકાભેર છકડો ભટકાડો હતો. જેના કારણે ચાલકને ગળાના ભાગે ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે નોંધ ન થઈ હોવાના કારણે વધુ વિગત મળી શકી ન હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application