ડભોઈમાં ટ્રકે પલટી મારી, ડ્રાઈવરને ઈજા

  • February 26, 2020 07:22 PM 84 views

  •  ડભોઈમાં ડિવાઇડર પર ટ્રકનું વ્હીલ ચઢી જવાને કારણે ટ્રકે પલટી મારી, ડ્રાઈવરને ઈજા
  • કર્ણાટક હૈદરાબાદથી કપાસ ભરીને ટ્રક ચાલક ગુજરાત ખાતેના કડી ગામે કપાસ વેચવા માટે જઈ રહ્યા હતા. એ અરસામાં ડભોઇ તાલુકાના રાજલી ક્રોસિંગ પાસે એકાએક સામેથી આવતા વાહનચાલકની ફુલ લાઈટના કારણે ટ્રક ચાલક અંજાઈ જતા રોડની મધ્યમાં બનેલા ડિવાઇડર પર ટ્રકનું વ્હીલ ચઢી જવાને કારણે ટ્રક પલટી મારી જતા ડ્રાઈવરને શરીરે ઇજા પહોંચી અને ટ્રકને નુકશાન થવા પામ્યું હતું. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.