‘તેરી મહેરબાનીયા’: શ્વાનના લીધે મહિલાનો ચેન ઝૂંટવાતા બચ્યો

  • March 24, 2021 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના લીંબુડીવાડી પાસે પગપાળા જઇ રહેલા મહિલાના ગળામાંથી સમડીએ ચેઇન આંચકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં એક શ્વાન આ ઘટનાક્રમ જોઇ જતાં તે સમડી પાછળ થતાં ચેન ઝૂંટવવા આવનાર શખસ નાસી ગયો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના મહાવિર સોસાયટી વિસ્તારમાં રહેતા મહિલા સોજીત્રાનગર પાસે આવેલા મંદિરે સવારના સુમારે દર્શને ગયા હતાં, મંદિરે દર્શન કયર્િ બાદ તેઓ પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતાં. દરમિયાન એક બાઇક સવાર પોતાનું બાઇક ઉભું રાખી ઓચિંતો જ મહિલા પાસે આવ્યો હતો અને મહિલા કાંઇ સમજે તે પૂર્વે તેના ગળામાં ઝોંટ મારી સોનાનો ચેઇન આંચકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અહીં એક શ્ર્વાન દોડીને આ શખસને કરડવાની કોશિષ કરવા લાગ્યું હતું જેથી ડરના લીધે ચીલઝડપ કરવા આવેલો આ શખસ ચેઇન લીધા વગર જ નાસી ગયો હતો. બાદમાં આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જોકે ચેન ગયો ન હોય મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS