શિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટરે પરિસંવાદ યોજ્યો

  • August 24, 2023 12:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની કામગીરીને જિલ્લા કલેક્ટરએ બિરદાવી


શિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈને પરિસંવાદ યોજ્યો હતો.  


જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ કનાડ ગામે રહેતા રઘુભા ગોહિલના ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી અંગે તેમની સફળતા માટેની અથાગ મહેનતને બિરદાવી હતી. 


આ તકે ઉપસ્થિત આસપાસના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોને ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા. 


આ તકે  શિહોર મામલતદાર જોગસિંહ દરબાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) જે. એન. પરમાર, નાયબ ખેતી નિયામક(વી) એસ. બી. વાઘમશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application