હળવદ સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા અપીલ કરાઈ

  • March 22, 2021 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ સરકારી હોસ્પિટલ માં કોરોના  વેક્સિન નું સેશન ચાલું છે . જે કોઈ ને પણ ૬૦ વર્ષ થી ઉપરના ઉંમરના વડીલોને રસી મુકાવવા માંગતા હોય તે સાંજે ૫ વાગ્યા સુધીમાં  આધાર કાર્ડ લઈ ને હળવદ સરકારી હોસ્પિટલમાં મુકાવી શકે છે.પેહલેથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી .વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન.કોરોના રસીકરણ અભિયાન માં મોટીસંખ્યામાં લોકો રસી લઈને આ કોરોના રસીકરણ અભિયાન માં પોતાનું યોગદાન આપે તેવી  જિલ્લા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી હતી. હળવદ સરકારી દવાખાનામાં કોવિડ વેક્સિન મોરબી  જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી. મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની. ધારાસભ્ય. મોરબી કલેકટર ની હાજરીમાં વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો.

 કેન્દ્ર  રાજ્ય સરકાર દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને કોરોના સામે રક્ષણ આપવા હાથ ધરાયેલી રસીકરણ ઝુંબેશ અંતર્ગત્ રવિવારે  હળવદ તાલુકાના સુરવદર ગામના ૧૦૮  વર્ષના લક્ષ્મીબેન અને ૧૦૫ વર્ષના મોતીબેનને કોરોના વિરોધી રસી મુકવામાં આવી હતી અને રસી મુકાવ્યા બાદ જમાનો પચાવી ગયેલા બન્ને વૃદ્ધાઓએ અનોખી અદામાં રસી લીધાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. ચરડવા સ્વામિનારાયણ મંદિરના ધર્મવલ્લભ સ્વામીજી વેક્સીન  લીધી.ચરડવા સ્વામિનારાયણ મંદિરના ગુરુજી ધર્મવલ્લભ સ્વામીજીને ડીડીઓ પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગી અધિકારી કાતિરા, જીલ્લા પંચાયત ચરાડવા બેઠકનાં સદાસ્ય પ્રવીણભાઈ સોનાગ્રાની હાજરીમાં કોરના સામે રક્ષણ આપતી કોરોના વેક્સીન લીધી હતી. 


જિલ્લા કલેકટર દ્વારા દ્વારા લોકોને  કોવીશિલ્ડ વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.વધુમાં વધુ લોકો સરકારનાં સૌથી મોટું રસીકરણ અભિયાનમાં જોડાય અને બહોળા પ્રમાણમાં વેક્સિન લેવા આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે. આ તકે હળવદ સરકારી હોસ્પિટલ ડો.કૌશલ પટેલ. બ્લોક હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી. ડો અશ્વિન આદ્રોજા શહીદ અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ કોરોના રસીકરણ  મહા અભિયાનમાં વેક્સિન લેવા લોકોને અપીલ કરી હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS