૩૧ ઓગસ્ટ બાદ શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાશે

  • July 31, 2020 06:21 PM 859 views

કોરોનાના કારરે રાજ્યમાં શાળા-કોલેજ શરૂ કરવાને લઈ ૩૧ ઓગસ્ટ બાદ નિર્ણય લેવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ની અમલવારીમાં શાળા-કોલેજ અને શૈક્ષણિક સંસ્થા ૩૧ ઓગસ્ટ સુધી શ‚ નહીં કરવાના નિર્ણયનો ચુસ્ત અમલ કરવામાં આવશે પરંતુ સરકારી શાળાના શૈક્ષણિક સ્ટાફ સવારે ૭.૩૦થી બપોરના ૧૨ વાગ્યા સુધી રાખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.


કોરોનાની મહામારીના કારણે ગત માર્ચ મહિનાથી રાજ્યમાં શૈક્ષણિક કામગીરી સાવ ઠપ્પ થઈ ચૂકી છે. ત્યારે આગામી ૩૦ ઓગસ્ટ સુધી શૈક્ષણિક સંસ્થાઓ દેશભરમાં ચાલુ ન કરવાને ઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને હિદાયત આપી છે.વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ તેમજ એકમ કસોટીને લઈ શાળામાં શિક્ષકોએ આવવુ ફરજિયાત છે જેમાં રાજ્યની તમામ શાળાનો સમય સવારનો કરવામાં આવ્યો છે. જેમાં સવારે ૭.૩૦થી બપોરના ૧૨ વાગ્યા સુધી શિક્ષકોએ શાળામાં હાજર રહેવું પડશે.


વધુમાં હોમલર્નિગ અંગે જીસીઈઆરના ૨૨-૬-૨૦ના પત્રમાં આપવામાં આવેલી સૂચના મુજબ વર્ચ્યુઅલ કલાસ‚મ યુ-ટયુબ અને ટીવીના માધ્યમથી બાળકોને પ્રવૃત્તિ કરાવવાની રહેશે. તેમજ બાયસેગના પ્રસારણ નિહાળવા માટે સૂચના આપવામાં આવે ત્યારે તમામ શિક્ષકોએ શાળા કક્ષાએ ઉપસ્થિત રહેવાનું રહેશે તેવો આક્રોશ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application