ભારતમાં કોરોનાથી થતા મૃત્યુના આંકડા ચિંતાજનક, દર કલાકે 150 લોકોનો જાય છે જીવ

  • May 07, 2021 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની બીજી લહેરથી દેશમાં હાહાકાર મચી ગયો છે. દરરોજ કોરોનાના નવા કેસો લાખોની સંખ્યામાં વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે રોગચાળાને કારણે 3,927 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 10 દિવસથી કોરોનાનો મૃત્યુ દર 30000 ને પાર થયો છે. 10 દિવસમાં કોરોનાથી 36,110 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા મુજબ દેશના કોરોનાથી દર કલાકે 150 દર્દીઓએ જીવ ગુમાવે છે.  

 

 

યુ.એસ. માં  છેલ્લા 10 દિવસમાં કોરોનાથી 34,798 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે બ્રાઝિલમાં છેલ્લા 10 દિવસનો આ આંકડો 32,692 રહ્યો છે. આ જ સમયગાળામાં મેક્સિકો અને બ્રિટનમાં અનુક્રમે 13,897 અને 13,266 ના મોત નોંધાયા છે. ભારતમાં કોરોનાની બીજી લહેરના કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021