ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુદર હજી પણ રાષ્ટ્ર્રીય દરની સરખામણીએ બમણો

  • December 04, 2020 10:20 AM 420 views

એકવાર કોરોના પોઝિટીવ થયાં પછી બીજીવાર થવાની સંભાવના ખૂબ ઓછી જોવા મળી છે, નવ મહિના પછી પણ સ્ટાન્ડર્ટ પ્રિક્રિપ્શન જોવા મળ્યું નથી

ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા દિન–પ્રતિદિન વધતી જાય છે પરંતુ તેની સામે અસરકારક ઉપાયો કરવામાં આવે છે છતાં રાષ્ટ્ર્રીય દરની સરખામણીએ ગુજરાતમાં મૃત્યુદર બમણો છે. રાયના આરોગ્ય વિભાગના પ્રયાસો છતાં મૃત્યુદર ઘટાડી શકાતો નથી.


એક ટીવી ચેનલમાં નિષ્ણાતં તબીબો દ્રારા યોજાયેલા ટોક–શો નું તારણ એવું છે કે છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના કારણે થતાં મૃત્યુમાં ૭૧ ટકાનો વધારો થયો છે. મૃત્યુદર સરેરાશ બે ટકા છે પરંતુ ગુજરાતમાં તે ચાર ટકા જેટલો થાય છે. અત્યાર સુધીમાં ૪૦૦૦ લોકોના મોત થયાં છે.


ટોક–શો માં ડો. ડુમરા, ડો, મોદી અને ડો.શાહે પેનલ ચર્ચા કરી હતી જેનું સંચાલન રાયના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે કયુ હતું. આ પેનલના મતે નવ મહિના પછી પણ કોરોના સંક્રમણ સામે સ્ટાન્ડર્ડ પ્રિક્રિપ્શન જોવા મળતું નથી. મોટાભાગની દવાઓ બિન અસરકારક છે. કોરોના સંક્રમણના કેસમાં દર્દી જેટલું મોડું કરે છે તેટલું નુકશાન થાય છે અને કેસની ગંભીરતા વધી જાય છે.
ડોકટરોના મતે ઉકાળા અને નાસની ઉપયોગિતા વૈજ્ઞાનિકરીતે સિદ્ધ થઇ નથી. દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં એટલા બઘાં ટેસ્ટ કરાવીને આવે છે કે જર ન હોય ત્યારે તે ટૂંકાગાળામાં ફરીથી કરાવી શકતા નથી. એકવાર કોરોના પોઝિટીવની સારવારથી સાજા થયાં પછી બીજી વખત કોરોના પોઝિટીવ થવાની સંભાવના ઘટી જાય છે, પરંતુ તે માટે સાવચેતી જરી છે. કોરોનાગ્રસ્ત થયેલા ડોકટરો અને મેડીકલ સ્ટાફ સાજા થયા પછી કોરોના દર્દીઓની સેવામાં જોવા મળી રહ્યો છે.


કોરોના દર્દીની સારવાર માટે ડેમિડિસિવર કેટલું ફાયદાકારક છે તે સ્પષ્ટ્ર નથી પરંતુ હાલ તેનો ઉપયોગ માર્ગદર્શિકા પ્રમાણે થાય છે. કોરોનાના સામાન્ય લક્ષણો હોય તો ૧૦ દિવસ, હોસ્પિટલમાં દાખલ થયાં હોવ તો ૧૪ દિવસ અને આઇસીયુમાં હોવ તો ૨૦ દિવસ પછી બીજા દર્દીને ચેપ લગાડી શકાતો નથી. મહત્વની બાબત એવી છે કે કોરોનાથી ફેફસાંને થયેલું નુકશાન કુદરતી રીતે થોડાં સમયમાં ઠીક થઇ જાય છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application