કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર આટલું ઘટી શકે

  • August 26, 2021 09:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકોને આપવામાં આવી રહેલી કોવિશિલ્ડ રસીના બંને ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે એવી શકયતા છે. ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન (આઇએપીએસએમ)એ આ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. આઇએપીએસએમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર આ અંગે વિચાર કરી રહી છે.

 

રસીના બે ડોઝ વચ્ચેનો ગેપ 12 સપ્તાહથી ઘટાડીને આઠ સપ્તાહ કરવાનો વિચાર થઇ રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થાનું કહેવું છે કે બંને ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે તો લોકો વહેલી તકે રસીના બંને ડોઝ લઇને સુરક્ષિત થઇ શકે અને સંક્રમણનું જોખમ પણ ઘટે. નોંધનીય છે કે ડેલ્ટા વેરિયન્ટને કારણે લોકોમાં સંક્રમણનું જોખમ વધ્યું છે. રસીનો એક ડોઝ લીધો હોય એ લોકોની સરખામણીમાં રસીના બંને ડોઝ લઇ લીધા હોય એવા લોકોને સંક્રમણનું જોખમ ઓછું હોય છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021