ભાવનગર તોડકાંડના છ આરોપીની જેલ ટ્રાન્સફર અરજી કોર્ટે કરી નામંજૂર

  • May 05, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરનાં ડમી કૌભાંડમાં તોડકાંડના મામલે ભાવનગરના નિલમબાગ પોલીસ મથક હેઠળ યુવરાજસિંહ સહિત છ શખ્સ વિ‚દ્ધ ખંડણી ઉઘરાવવાના મામલે ફરીયાદ નોંધાઈ હતી. ફરીયાદના અનુસંધાને ઉપરોક્ત છ શખ્સોને સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમએ ઝડપી લીધા હતા. ક્રમશ: રીમાન્ડ મેળવાયા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમએ આજે તોડકાંડનાં છ શખ્સોને જેલ ટ્રાન્સફરની માંગણી સાથે ૬ઠ્ઠા એડી. જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે ન્યાયમૂર્તિ દ્વારા આ માંગણી નકારી (રદ્દ) કરી નાખવામાં આવી હતી. તોડકાંડના છ’એ આરોપીઓ ભાવનગરની જેલમાં જ રહેશે.


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના ડમી કૌભાંડમાં ખંડણી ઉઘરાવવાના મામલે ભાવનગરના નિલમબાગ પોલીસ મથક હેઠળ યુવરાજસિંહ જાડેજા, કાનભા, શીવુભા, બીપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્તાફ ઉર્ફે રાજુ વિ‚દ્ધ ફરીયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવવામાં આવી હતી. સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશનની ટીમે તોડકાંડ આચરનાર છ શખ્સોને વારાફરતી ઝડપી લીધા હતા. અને તેમના ક્રમશ: રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. રીમાન્ડની અવધી પૂર્ણ થતા યુવરાજસિંહ સહીત છ શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં આજે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશનની ટીમએ યુવરાજસિંહ જાડેજા, કાનભા, શીવુભા, બીપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્તાફ ઉર્ફે રાજુને છઠ્ઠા એડી. સીનીયર સીવીલ જજ અને એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ રાણા સમક્ષ જેલ ટ્રાન્સફરની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે ન્યાયમૂર્તિ દ્વારા એસઆઈટી દ્વારા મુકવામાં આવેલી જેલ ટ્રાન્સફરની માંગને ફગાવી દીધી હતી અને હવે ઉપરોક્ત છ શખ્સો ભાવનગરની જેલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application