દેશમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદ અને ઠંડી પડશે, હવામાન ખાતાની આગાહી

  • August 09, 2021 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે દેશમાં સપ્ટેમ્બર માસમાં અતિ ભારે વરસાદ અને જોરદાર ઠંડી પડી શકે છે. પ્રશાંત સાગરની સ્થિતિને પ્રભાવિત કરનારી લા નીના ઇફેક્ટને કારણે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

 

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે અને સાથોસાથ જોરદાર ઠંડી પણ પડશે અને ત્યારે જ લા નીનાની સ્થિતિ સર્જાઈ જશે.

 

જો કે હવામાન ખાતાના વૈજ્ઞાનિકોએ એમ કહ્યું છે કે આ બારામાં અત્યારે ભવિષ્યવાણી કરવી ઉતાવળી ગણાશે પરંતુ પાછલી વખતે લા નીનાની ઇફેક્ટ સપ્ટેમ્બર 2020 થી એપ્રિલ 2001 સુધી બની હતી. દેશમાં પાછલી વખતે લા નીના લઈને સામાન્યથી વધુ વરસાદ પડયો હતો અને ઠંડીની સિઝન પણ જલ્દી શરુ થઇ ગઈ હતી.

 

હવામાન ખાતાના ક્લાઇમેટ મોનીટરીંગ ગ્રુપના હેડ શ્રી જીત દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે અમારું રિસર્ચ અને અભ્યાસ મોડલ સપ્ટેમ્બર માસ થી લા નીનાની ઉચ્ચ સંભાવના દર્શાવે છે. જે 2021-22 ની ઠંડીની સીઝનમાં પ્રભાવી રહેશે. સામાન્ય રીતે ઠંડીની મોસમ નવેમ્બર થી જાન્યુઆરી માસ સુધી હોય છે.

 

તેમણે એમ પણ કહ્યું છે કે હવામાન ખાતા દ્વારા ટૂંક સમયમાં જ ઓગસ્ટ માસ માટે મોનસુનની સ્થિતિ ને લઈને ભવિષ્યવાણી કરવામાં આવશે. હવામાન ખાતાના સાયકલોન વિભાગના ઇન્ચાર્જ સુનિતા દેવી એ પણ એમ કહ્યું છે કે લા નીનાની પરિસ્થિતિ સપ્ટેમ્બર માસમાં બની રહી છે જે મોનસૂનનો અંતિમ સમય હોય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021