દેશમાં કાલે કોરોના પીક પર હશે, મે માસ પછી ક્યાંય કેસ વધુ નહી આવે

  • May 06, 2021 08:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકારના ગણિત મોડલના નિષ્ણાત પ્રોફેસર એમ. વિદ્યાસગારનું મંતવ્ય

 કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ ઝડપે વધી રહી છે. આથી તમામ લોકો એવું જાણવા માગશે કે આખરે કોરોનાની બીજી લહેર ક્યાં સુધી અટકશે. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકારે ગણિતના એક મોડલના નિષ્ણાત પ્રોફેસર એમ. વિદ્યાસાગરનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર આવતીકાલે એટલે કે સાતમી મેના રોજ પોતાના પીક પર હોઈ શકે છે. તેમણે કહ્યું કે દેશના હેલ્થ ક્ષેત્રએ આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની જરૂર છે.

 

 


એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ કે, આ અઠવાડિયે કોરોના પોતાના પીક પર આવી શકે છે. જે બાદમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાશે. પ્રો. વિદ્યાસાગરે કહ્યુ કે, સાતમી મેના રોજ કોરાના પોતાના પીક પર હશે. જોકે, તેમણે કહ્યુ કે, દરેક રાજ્યમાં સ્થિતિ થોડી બદલાતી જોવા મળી રહી છે. દરેક રાજ્યમાં કોરોના પીક પર પહોંચવાનો સમય થોડો અલગ અલગ હોઈ શકે છે. પરંતુ જે રીતે આખા દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા એવું લાગે છે કે કોરોનાની લહેર કાં તો પીક પર છે અથવા તેની ખૂબ નજીક છે.

 

 


પ્રોફેસર વિદ્યાસાગરે કોરોનાના પીક અને કેસ ઘટવા અંગે જે માહિતી આપી છે તે સાચી હોય તો દેશ માટે ખૂબ મોટા રાહતના સમાચાર છે. હકીકતમાં દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ છે. કોરોના દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલોમાં બેડ અને ઑક્સિજન પણ ઓછા પડી રહ્યા છે.

 

 


પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ કે, કોરોનાની સ્થિતિને સમજવા માટે સરેરાશ સાત દિવસની કોરોનાની સ્થિતિને જોવાની જરૂર છે. દરરોજ કોરોનાના આંકડા વધી કે ઘટી રહ્યા છે. આપણે ફક્ત રો નંબર ન જોવા જોઈએ, દૈનિક સરેરાશ કેસ પણ જોવા જોઈએ. તેમણે કહ્યુ કે, કોરોનાના આંકડા અંગે મેં જેટલો અભ્યાસ કર્યો છે તેના પરથી હું કરી શકું કે અઠવાડિયાના અંતમાં તેમાં ઘટાડો આવવા લાગશે.

 

 


પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ કે કોરોનાનો પીક દરેક રાજ્યમાં અલગ અલગ હશે. તેમણે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્રમાંથી શરૂ થઈ હતી. એટલે કોરોનાનો પીક પણ સૌથી પહેલા ત્યાં જ આવશે. દર્દીઓની સંખ્યા પણ ત્યાં જ સૌથી ઓછી થશે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલા રાજ્યોની સ્થિતિ પણ એવી જ હશે. કારણ કે મહારાષ્ટ્રને કારણે અહીં કોરોનાના આંકડા વધારે છે. જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં ધીમે ધીમે પીક આવશે અને બાદમાં કેસ ધીમે ધીમે ઘટવા લાગશે. પ્રોફેસર વિદ્યાસગરે કહ્યુ કે મે પછી કોઈ રાજ્યમાં પીક આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે.

 

 


વિદ્યાસાગરે કહ્યુ કે કોરોનાનો પીક દરેક રાજ્યમાં અલગ અલગ હશે. તેમણે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્રમાંથી શરૂ થઈ હતી. એટલે કોરોનાનો પીક પણ સૌથી પહેલા ત્યાં જ આવશે. દર્દીઓની સંખ્યા પણ ત્યાં જ સૌથી ઓછી થશે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલા રાજ્યોની સ્થિતિ પણ એવી જ હશે. કારણ કે મહારાષ્ટ્રને કારણે અહીં કોરોનાના આંકડા વધારે છે. જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં ધીમે ધીમે પીક આવશે અને બાદમાં કેસ ધીમે ધીમે ઘટવા લાગશે. પ્રોફેસર વિદ્યાસગરે કહ્યુ કે મે પછી કોઈ રાજ્યમાં પીક આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS