જામનગર: કોર્પોરેશન દ્વારા ૬૧૨ આવાસોનો તાત્કાલિક કબજો લેવાશે
જામ્યુકો દ્વારા ૨૦૨૪માં ૬૬ બ્લોકના ૭૯૨ ફલેટસનું ડિમોલિશન કર્યુ હતુ: ૫૧ બ્લોક બંધ અને ર્જજરીત હાલતમાં: તંત્રની ચેતવણી
આગામી ચોમાસાને ઘ્યાનમાં લઇને જામ્યુકો દ્વારા આવાસ યોજનાના બાકી રહેલ ૧૫ બ્લોકના ૬૧૨ ફલેટ તાત્કાલિક ખાલી કરવા નોટીસો પાઠવી દેવામાં આવી છે અને એવી કડક ચેતવટી આપી છે કે જો આવાસ ખાલી નહી કરાય તો તંત્ર દ્વારા એકતરફી કબજો લેવામાં આવશે. બાકી રહેલા આવાસો તાત્કાલિક કબ્જે લેવાશે અને ર્જજરીત આવાસો પણ દૂર કરી દેવામાં આવશે.
જામનગર ખંભાલીયા હાઈવે પર અંધાશ્રમની સામે આવેલ ટી પી. સ્કીમ નં. ૨ ના એફ.પી નં ૫૫ તથા ૯૫ વાળી જમીન પર એસ.ઈ.ડબલ્યુ.એસ. યોજના હેઠળ ૧૪૦૪ આવાસ યોજનાના રહેવાસીઓને આથી સુચના આપવામાં આવે છે કે સદરહુ યોજનામાં કુલ ૧૧૭ બ્લોક આવેલ છે અને દરેક બ્લોકમાં ૧૨ ફ્લેટ મળીને કુલ ૧૪૦૪ આવાસો આવેલા હતા, તે પૈકી જે કોઈ આવાસો/બ્લોકસ જો ભયજનક સ્થિતિમાં જણાય તો તકેદારીના ભાગ રૂપે આવા આવાસોનો રહેણાંક તરીકે વપરાશ બંધ કરી ને અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ - ૨૦૧૮ થી વર્ષ - ૨૦૨૩ સુધી દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલા જાહેર નોટીસ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરીને સાવચેત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જુન - ૨૦૨૩માં તમામ ૧૪૦૪ આવાસોને ધ જી.પી.એમ.સી. એકટ - ૧૯૪૯ની કલમ - ૨૬૪ હેઠળ તમામ ૧૪૦૪ આવાસો જર્જરિત જાહેર કરવામાં આવેલ છે અને ત્યાર બાદ સ્લમ શાખા, એસ્ટેટ શાખા, સિક્યુરીટી શાખા, પી.જી.વી.સી.એલ. વિભાગ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા વર્ષ - ૨૦૨૪ થી ૨૦૨૫ દરમ્યાન સદરહુ આવાસ યોજનાના એસોસિએશન સાથે રૂબરૂ સ્થળ મુલાકાત લઇ બ્લોક નં પર થી ૧૧૭ એમ કુલ ૬૬ બ્લોક મળી એક બ્લોકમાં ૧૨ આવાસ મુજબ કુલ ૭૯૨ આવાસોમાં રહેતા લોકોને તેઓનો સર સામાન ખાલી કરીને અન્યત્ર ખસી જવા માટે પુરતો સમય આપીને માનવીય અભિગમ સાથે એફ.પી. - ૯૫ વાળી જગ્યામાં આવેલ તમામ ૭૯૨ આવસોનું સંપૂર્ણ પણે પાડતોડ કરવામાં આવેલ છે.નનઉક્ત ૧૪૦૪ આવાસ યોજનામાં હાલની સ્થિતિએ એફ.પી. - પ૫ વાળી જગ્યામાં ૧ થી ૫૧ બ્લોક મળી દરેક બ્લોકમાં ૧૨ આવાસ મુજબ કુલ ૬૧૨ આવાસો હજુ પણ જર્જરિત હાલતમાં હોય અને તે પૈકી કેટલાક આવાસોમાં સરસામાન સાથે બંધ હાલતમાં છે અને કેટલાક આવાસોમાં હજુ પણ આસામીઓ રહેણાંક તરીકે વપરાશ કરતા હોય આથી આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કોઈ આકસ્મિક ઘટના નાં ઉદભવે તેથી સાવચેતીના ભાગ રૂપે આ તમામ ૬૧૨ આવાસ ધારકોને આ આખરી નોટીસથી જાણ કરવામાં આવે છે.
આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયાના દિન ૦૭ માં તમામ આવાસોમાંથી સરસામાન સંપૂર્ણ પણે ખાલી કરી અન્યત્ર સલામત સ્થળે ખસી જવા આથી તાકીદ કરવામાં આવે છે જો તેમ કરવામાં નહિ આવે તો જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ ૬૧૨ આવાસો બંધ કે વપરાશમાં જે પણ સ્થિતિમાં હશે તેનો એક તરફી કબજો સંભાળી લઇને જરૂર જણાયે આવાસો ખાલી કરાવવા અંગેની કાર્યવાહી શરુ કરવામાં આવશે અને આથી જે કોઈ આવાસ ધારકોના સરસામાન બાબતે નુકશાન અંગે કે જર્જરિત આવાસમાં કોઈ આકસ્મિક ઘટનાથી સંભવિત જાન હાની થવા અંગે જામનગર મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહિ જેની આથી તમામ ૬૧૨ આવાસ ધારકોએ નોંધ લેવા અનુરોધ કરાયો છે.