કોરોનાનું વરવું સ્વરૂપ: માત્ર 1 જ મીનીટમાં સંક્રમિત કરે છે, આખે આખો પરિવાર લે છે લપેટામાં

  • April 15, 2021 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહેલા 10 મિનિટમાં બીજાને ચેપ લાગતો હતો: માસ્ક શ્રેષ્ઠ ઉપાયભારતમાં કોરોના વાયરસની લહેર નહીં પણ રીતસરની સુનામી ચાલી રહી છે. એક જ દિવસમાં દેશભરમાંથી પોણા બે લાખથી પણ વધારે કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણની સાથો સાથ મોતનો આંકડો પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. ભારત સહિત દુનિયામાં આ હદે અચાનક જ કોરોનાનું સંક્રમણ કેમ વેગીલું બન્યું તે સૌથી મોટો સવાલ છે ત્યારે ચોંકાવનારી વાત સામે આવી છે.

 


નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની બીજી લહેરના કારણે ઘરમાં એક પોઝિટિવ વ્યક્તિ હોય તો દરેક વ્યક્તિને તેનો ચેપ લાગી શકે છે. કોરોનાની આ લહેરમાં કોરોનાના દર્દીના સંપર્કમાં આવનાર વ્યક્તિ માત્ર એક જ મિનિટમાં સંક્રમિત થઈ જાય છે.

 


માસ્ક નહીં લગાવો તો થશો સંક્રમિત તે પાક્કુ
જો તમે માસ્ક વિના કોઈ પણ કોરોના સંક્રમિતના સંપર્કમાં 1 મિનિટ માટે પણ આવવાથી વાયરસ ઝપેટમાં લઈ લે છે. દિલ્હી અને અન્ય જગ્યાઓએ સંક્રમણ ફેલાવવાનું આ એક મોટું કારણ છે. ડોક્ટરનું કહેવું છે કે ગઈ વખતે સંક્રમિતની સાથે સતત 10 મિનિટ સુધી સંપર્કમાં રહેવાથી ખતરો હતો હવે આ સમય ઘટીને ફક્ત 1 મિનિટનો રહ્યો છે.
આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક મિનિટમાં તે અન્ય વ્યક્તિને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. પહેલા સંક્રમિત થવાનો સમય પહેલા 10 મિનિટનો રહેતો હતો. હવે તે 1 મિનિટનો જોવા મળી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં 30-40 વર્ષના યુવા સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે કેમકે તેમની સંખ્યા વઘારે છે અને લોકો બહાર નીકળી રહ્યા છે.

 


આખા પરિવારને કરે છે પોઝિટિવ
નિષ્ણાંતોનું કહેવું છે કે, ઘરમાં એક વ્યક્તિ પોઝિટિવ થયા બાદ આખો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે. કેટલા પણ આઈસોલેટ થાઓ પણ સાથે રહેનારાનું બચવું મુશ્કેલ બની રહ્યું છે. ડોક્ટર્સનું કહેવું છે કે, પહેલા દર્દીને શ્વાસની તકલીફ વધારે જોવા મળતી હતી પણ હવે સ્કીન પર લાલ રેશિઝ જોવા મળે છે અને સાથે ઉલ્ટી અને ડાયરિયાની તકલીફ પણ જોવા મળી રહી છે. આ કોરોનાના લક્ષણથી અલગ હોવાનું જાણવા મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS