મે માસ ના પ્રથમ સપ્તાહ બાદ દેશમાં કોરોનાનો પીક ઘટી શકે

  • April 28, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાનપુર આઈઆઈટીના નિષ્ણાંતોનો દાવો, દેશભરમાં કેસ ઓછા થવા લાગશે, નિયમોનું પાલન જરૂરી

 



અત્યારે દેશભરમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ભયંકર બની ગઈ છે અને મોતના તેમજ નવા કેસ માં રેકોર્ડ બ્રેક વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે કાનપુર આઈઆઈટીના નિષ્ણાંતોએ એવો દાવો કર્યો છે કે મે માસના પ્રથમ સપ્તાહ બાદ દેશમાં કોરોના નો પીક ઘટવા લાગશે.

 


દેશમાં રસીકરણ પહેલી મેથી ફરી શરૂ થઈ રહ્યું છે અને એ જ રીતે ટેસ્ટિંગની કાર્યવાહી પણ દરેક રાજ્યમાં ઝડપી બનાવવામાં આવ્યું છે આમ છતાં દરરોજ રેકોર્ડબ્રેક નવા કેસ બહાર આવી રહ્યા છે અને અમુક રાજ્યો ની હાલત અત્યંત ગંભીર બનતી જાય છે અને તેમાં હવે ઉત્તર પ્રદેશ નો પણ સમાવેશ થયો છે.

 


આ દરમિયાન કાનપુર આઈઆઈટીના નિષ્ણાંતોએ પાછલા સાત દિવસ દરમિયાન દેશના અલગ-અલગ ભાગોમાં જઈને કોરોનાવાયરસ ને લઈને એક મેથેમેટિકલ અભ્યાસ કર્યો છે અને તેના આધાર પર નિષ્ણાંતો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે મેં માસના પ્રથમ સપ્તાહ મા દેશમાં કોરોના નો પીક હશે અને સપ્તાહ બાદ તેની રફતારમાં ઘટાડો શરૂ થઈ જશે.

 


પ્રોફેસર મનિન્દર અગ્રવાલ ના જણાવ્યા મુજબ આ અભ્યાસ ગણિત-વિજ્ઞાનના આધાર પર કરવામાં આવી છે અને આ અભ્યાસમાં અમને એમ પણ જાણવા મળ્યું કે કે દેશમાં એપ્રિલના અંતમાં અને મે માસના પ્રારંભમાં કોરોના નો પીક આવશે અને ત્યારબાદ કેસમાં ઘટાડો શરૂ થઈ જશે.

 


એમના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંતોની ટુકડીએ આ અભ્યાસ પાછલા વર્ષ મા ફેલાયેલા સંક્રમણને આધાર બનાવીને કર્યો હતો અને ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરી હતી. નિષ્ણાંતોની આ ટુકડી આમ તો છેલ્લા ઘણા સમયથી સક્રિય છે અને પ્રસંગોપાત તેમણે અભ્યાસ કયર્િ છે અને લોકોના હિતમાં સાચી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS