કોરોનાના દર્દીને હવે ૯૦ દિવસ પછી વેકિસન અપાશે

  • May 21, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સામેના વેકિસનેશનમાં હવે નવી ગાઈડલાઈન અમલી બની છે. સાત મુદ્દાની ગાઈડલાઈનમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, કોઈપણ વ્યકિતને કોરોના થયા બાદ તેઓ સાજા થાય તેના ૯૦ દિવસ પછી જ વેકિસન આપવામાં આવશે. આ ઉપરાંત વેકિસનેશન પૂર્વે હવે કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી રહ્યો નથી. આ નવી ગાઈડલાઈનનો મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો પર તેમજ વેકિસનેશન સેન્ટર પર આજથી જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

 


રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે હવે કોરોના સામેની વેકિસન સંદર્ભે નવી ગાઈડલાઈન અમલી બની છે તેમાં (૧) કોરોનાના દર્દીને કોરોનામાંથી રિકવર થયા બાદ ૯૦ દિવસ પછી જ વેકિસન આપવામાં આવશે. (૨) મોનોકલોનલ એન્ટિબોડી કે પ્લાસ્મા થેરાપી અપાઈ હોય તેવા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપ્યાના ત્રણ માસ પછી રસી અપાશે (૩) પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના થયો હોય તો પણ સાજા થયા બાદ ૯૦ દિવસ પછી બીજો ડોઝ અપાશે (૪) કોઈ વ્યકિત જેને સામાન્ય બિમારીથી હોસ્પિટલમાં દાખલ થવાની અથવા આઈસીયુ કેરની જરૂર પડી હોય તેવા કેસમાં ૪થી ૮ અઠવાડિયા સુધી કોવિડ વેકિસન આપવાનું મુલત્વી રાખવાનું રહેશે. (૫) કોવિડ–૧૯ સામેની વેકિસન આપ્યા પછી અથવા જો કોવિડ–૧૯ બિમારી થઈ હોય તો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યાના ૧૪ દિવસ પછી બ્લડ ડોનેટ કરી શકાશે. (૬) સ્તનપાન કરાવતી મહિલાઓ (ધાત્રી માતાઓ)ને કોવિડ–૧૯ વેકિસન આપવા માટેની ભલામણ કરવામાં આવેલ છે (૭) વેકિસનેશન પહેલા વેકિસન લેનારનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવાની કોઈ જરૂર રહેતી નથી.

 

 

રાજકોટમાં ૩.૫૦ લાખ નાગરિકોને વેકિસનેટ કરાયા
રાજકોટ મહાનગરપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્રો સહિતના કુલ ૪૯ વેકિસનેશન સેન્ટર પર હાલ સુધીમાં ૧૮થી ૪૪ વર્ષની વયના ૭૭ હજાર નાગરિકો અને તે ઉપરાંતના અન્ય ૨.૭૭ લાખ નાગરિકોને હાલ સુધીમાં વેકિસનેટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં વેકિસનની કોઈ જ અછત નથી અને હાલમાં સુપેરે વેકિસનેશન ચાલી રહ્યું છે. ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. યારે અન્ય નાગરિકો આરોગ્ય કેન્દ્રો પર આવીને ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી વેકિસન લઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS