જેતપુરમાં દાતાઓ રામ મંદિર નિર્માણમાં વહાવી રહ્યા છે દાનની સરવાણી

  • February 20, 2021 09:27 PM 411 views

અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરમાં નિધિ સમર્પણ કાર્યક્રમ હવે સમગ્ર દેશમાં આખરી તબકકામાં પહોંચી ગયો છે ત્યારે જેતપુર તાલુકાના ૪૮ ગામોમાંથી સારી એવી નિધિ અર્પણ કરવામાં આવી છે. જયારે શહેરનો એક એક ઘરના સંપર્ક આખરી તબકકામાં ચાલી રહ્યો છે.

 


જેતપુર શહેરના નામી અનામી અનેક લોકો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભગવાન રામ પ્રત્યેની પોતાની આસ્થા નિધિ સમર્પણ દ્વારા વ્યકત કરી છે. જેમાં યુવા અગ્રણી લલિતભાઇ વિઠ્ઠલભાઇ રાદડિયાની હાજરીમાં યુવા ઉદ્યોગપતિ શૈલેષભાઇ હિરપરા દ્વારા ‚પિયા ૨,૧૧,૦૦૧/- મહેશભાઇ માવજીભાઇ કાપડિયા સહજાનંદ ડાઇંગ, ચંદુભાઇ વઘાસિયા, યુવા અગ્રણી પ્રશાંતભાઇ સવજીભાઇ કોરાટ વગેરેએ પોતાનું નિધિ સમર્પણ કર્યું હતું.

 


જેતપુરમાંથી રામ મંદિર નિર્માણમાં વધુને વધુ નિધિ સમર્પણ થાય તે માટે જિલ્લા સંઘસંચાલક ડો.વેકરિયા, સંયોજક દિપકભાઇ ત્રિવેદી, છગનભાઇ ઉસદડીયા, નરેન્દ્રભાઇ કોટડીયા, વિઠ્ઠલભાઇ કણજારિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application