પોરબંદરમાં ધંધાર્થીઓ માટે કલેકટરે જાહેર કરી પોલીસી

  • March 25, 2020 04:05 PM 201 views

 

''કોરોના વાઈરસ'' ના સંક્રમણને અટકાવવા દેશ 'લોક ડાઉન' થયો છે ત્યારે પોરબંદરમાં જીલ્લા કલેકટરે બેઠક યોજીને દુકાનો ખૂલ્લી રાખવા અંગેની પોલીસી જાહેર કરી છે, જેમાં મહત્વના સમયગાળા નક્કી કરવામાં આવ્યા છે.

પોરબંદરના જીલ્લા કલેકટર ડી.એન. મોદી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયા સહિત આગેવાનોની યોજાયેલી બેઠકમાં જીલ્લા કલેકટરે એવું જાહેર કર્યું હતું કે દૂધની ડીલીવરી કરનારા ફેરીયાઓ સવારે ૯ વાગ્યા સુધી દૂધ પહોંચાડવા જઈ શકશે. તથા દૂધની ડેરીઓ સવારે ૧૦ વાગ્યા સુધી ખૂલ્લી રહી શકશે તથા સાંજે ૪ થી ૬ દરમિયાન પણ દૂધની ડેરીઓ ખૂલ્લી રાખી શકાશે. તે ઉપરાંત અનાજ–કરીયાણાની દુકાનો સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી ખૂલ્લી રાખી શકાશે. અને તેમાં વધુ ને વધુ હોમડીલીવરી કરવામાં આવે તેવા પ્રયાસો વેપારીઓ દ્રારા કરવાના રહેશે. તેવી જ રીતે સુતારવાડાના હોલસેલ વેપારીઓ પણ સવારે ૯ થી ૨ સુધી વેપાર કરી શકશે. તેમાં રીટેઈલ વેપાર નહીં કરવા સૂચના અપાઈ છે. તે ઉપરાંત શાકભાજીના લારી–ગલ્લા પણ સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે અને રેકડીઓમાં ધંધાર્થીઓ ગમે ત્યારે શેરી–ગલીઓમાં વેચાણ કરી શકશે. તે ઉપરાંત પશુઆહાર માટે સવારે ૯ થી ૨ સુધી ખરીદીની છૂટ આપવામાં આવી છે ત્યારે સસ્તા અનાજના દુકાનદારોને દિવસભર દુકાનો ખૂલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે તેમ તત્રં દ્રારા જણાવાયું છે

 

જીવનજરૂરી ચીજવસ્તુઓના વેપારીઓ માટે સમયમર્યાદ

દૂધ ડેરીઓસવારે ૧૦ વાગ્યા સુધી તથા સાંજે ૪ થી ૬
દૂધના ફેરિયાઓસવારે ૯ વાગ્યા સુધી
અનાજ–કરીયાણુંસવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી
સુતારવાડા હોલસેલ સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી
પશુ આહારસવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી
શાકભાજીના ફેરિયાઓઆખો દિવસ માટે છૂટ
સસ્તા અનાજની દુકાનઆખો દિવસ માટે છૂટ
મેડીકલઆખો દિવસ માટે છૂટ
પેટ્રોલપંપઆખો દિવસ માટે છૂ