અનામત અને એલઆરડી મુદ્દે આજે મુખ્યમંત્રી નિર્ણય કરશે

  • February 14, 2020 11:26 AM 40 views

એલઆરડી મહિલા અનામતના મુદે સરકાર ભરાય પડી છે અનામત અને બિનઅનામત વર્ગ સામસામે આવી ગયા છે અને આંદોલનનો કેડો છોડવા નથી માગતા ગઈકાલે રાત્રે મેરેથોન બેઠક પછી પણ આ મામલો ઉકેલવામાં કોઈ સફળતા મળી નથી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સમગ્ર મામલો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સોંપી દઈને ભવિષ્યમાં આ મામલે કઈં પણ થાય તો તેમની જવાબદારી ફિકસ ન થાય તે રીતે સિફતપૂર્વક હાથ ઉચા કરી દઈને જવાબદારીથી દૂર રહ્યા છે.


ગુજરાત સરકારે તા.૧૮ ફેબ્રુઆરીએ અનામતની નીતિ અંગેનો ઠરાવ રજુ કરવાનું સોંગદનામું હાઈકોર્ટ સમક્ષ કર્યુ છે ને લઈને ગઈકાલ સાંજ સુધીમાં આ ઠરાવ જાહેર કરવાની વાત કરી હતી પરંતુ સરકાર આ ઠરાવ જાહેર કરી શકી નથી.


આ ઠરાવને લઈને બિનઅનામત વર્ગની મહિલાઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પર આવેલી સરદાર પટેલની પ્રતિમા સમક્ષ અત્યારે દિવસ અને મોડીરાત સુધક્ષ બેસી રહી હતી. રાત્રે ઉમિયાધામ કેમ્પસ પર બહેનોને ભોજન કરાવીને રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી આજે સવારથી જ આ બહેનો ફરી સેન્ટ્રલ વિસ્ટા પર પહોંચી ગઈ છે અને સવારે યોગથી શરૂઆત કરી હતી.


બિનઅનામત વર્ગની બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાયમંત્રી  પ્રદિપસિંહ જાડેજા, અગ્ર સચિવ કે.કૈલાશનાથન, સંગીતાસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. આ બધા વચ્ચે બ્રાહ્મણ, ક્ષત્રિય, પાટીદાર, રાજપૂત સમાજના આગેવાનોએ પોતાનો પક્ષ રજૂ કર્યેા હતો. લગભગ બેથી અઢી કલાક ચાલેલી મેરેથોન બેઠક બાદ કોઈ ઠોસ નિર્ણય આવ્યો ન હતો.


દિનેશ બાંભણિયાએ સરકારની તમામ બાબતો શાંતિથી સાંભળી ચે અને આ મુદે જરૂર પડયે બીજી વખત બેંક કરવા બોલાવશે તો આવશે અને આ ઠરાવ જાહેર કરે ત્યારે બિનઅનામત વર્ગને પણ વિશ્ર્વાસમાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.


પરંતુ આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે રાયમાં શાંતિ–સુલેહ જળવાય રહે તેવા સતત પ્રયત્નો છે. કોઈની પાસેથી ઝુંટવી લેવું નથી પરંતુ હક્કનું છોડવું નથી તેવુ રટણ બાંભણિયાએ ચાલુ રાખ્યું હતું.


આખરે બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે જણાવ્યું હતું. આ નિર્ણય સરકારનો છે. મુખ્યમંત્રી સમક્ષ આવેલી તમામ બાબતો અને રજૂઆતો મુકવામાં આવશે જરૂર પડયે વધુ એક બેઠક પણ કરવામાં આવશે સમગ્ર મામલાનું નિરાકરણ અને નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લેશે.


બધા વચ્ચે સુલેહનું વાતાવરણ બની રહે તેવો સરકારનો પ્રયાસ છે. એલઆરડીની ભરતી પ્રક્રિયા સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવશે. આમ જણાવીને સમગ્ર મામલો મુખ્યમંત્રી વિજય રૂપાણીના શિર પર ઢોળી દેવામાં આવ્યો છે. ભવિષ્યમાં કોઈ બબાલ થાય તો તેમની કોઈ જવાબદારી ફિકસ ન થાય.


બીજીબાજુ રાય સરકારે ગઈકાલ સાંજ સુધીમાં આ અંગેનો ઠરાવ કરવાની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી પરંતુ આ ઠરાવ થઈ શકયો નથી આ મુદે કઈં પણ કાંચુ કપાય ન જાય તેની તકેદારી આપવામાં આવી રહી હોવાનું સચિવાલય સૂત્રો જણાવે છે.


સમાજના તમામ વર્ગને ન્યાય મળી રહે તે રીતે સરકાર આગળ વધવા માગે છે મેરીટ આધારીત મહિલા અનામતની બાબત પર કસરત કરી રહી છે પરંતુ સત્યવાત એ છે કે સમયબધ્ધ રીતે નિર્ણય વિલંબીત બની રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application