શહેરમાં 48 પુષ અને 18 સ્ત્રી મળી વધુ 66 લોકો સંક્રમિત

  • April 08, 2021 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકા મથકોમાં ઉમરાળા સૌથી વધુ સંક્રમિત: અલમપરમાં 3 કેસ: મહુવામાં પણ તલગાજરડા સહિતના ગામોમાં 4 કેસ નોંધાયા

 

કોવિડ-19 મહામારીની સંક્રમણ ચેઈન તુટવાને બદલે વધુ મજબૂત બની રહી છે. પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. જો કે તંત્રનું કહેવું છે કે, જેમ ટેસ્ટ વધશે તેમ કેસ પણ વધશે. હાલ રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા વધી છે અને જે રીતે કેસની સંખ્યા જોવા મળી રહી છે તે જોતા આ દાવો સાચો માનવો રહ્યો. જો કે જે આંકડાઓ જાહેર થયા છે તેમાં રેપિડ ટેસ્ટમાં પોઝિટીવ આવેલ આંકડાઓ સામેલ નથી. ભાવનગર જિલ્લામાં બુધવારે 90 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,433 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 48 પુષ અને 18 સ્ત્રી મળી કુલ 66 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરના કુંભારવાડામાં રહેતી 36 વર્ષીય મહિલાનું મોત થયું છે.

 


જિલ્લાના તાલુકાઓમાં મહુવા ખાતે -5, ભાવનગર ગ્રામ્ય - 4, જેસર ખાતે -1, પાલીતાણા ખાતે -1, વલ્લભીપુર ખાતે - 1, ઘોઘા ખાતે - 2, પાલીતાણા ખાતે - , તળાજા ખાતે - 3, ઉમરાળા ખાતે - 4, ગારીયાધાર ખાતે -1, તેમજ સિહોર ખાતે - 2, મળી કુલ 24 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 29 અને તાલુકાઓમાં 12 કેસ મળી કુલ 41 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં બુધવાર સુધીમાં 74 દર્દીઓના કોરોનાથી અવસાન થયાનું સરકારી ચોપડે નોંધાયુ છે. જો કે કો-મોરબીડ ડેથની સંખ્યા ખુબ મોટી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS