અંતે ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ અમિત દવેને સોંપાયો

  • September 07, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ટીઆરપી ગેઇમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર પદે આવવા રાયભરમાંથી કોઇ અધિકારી તૈયાર થતા ન હોય જગ્યા ખાલી હોવાને કારણે નવા ફાયર એન ઓસી આપવાની તેમજ જુના ફાયર એનઓસી રિન્યુ કરવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ હોવાનો વિસ્તૃત અહેવાલ આજકાલ સાંધ્ય દૈનિકની રાજકોટ આવૃત્તિમાં ગઇકાલે તા.૬–૯–૨૦૨૪ને શુક્રવારના રોજ પેઇજ નં.૧૪ ઉપર પ્રસિધ્ધ થયો હતો, આ અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ ગણતરીના કલાકોમાં જ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ ઓર્ડર રિલીઝ કરી રાજકોટના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સીનીયર સ્ટેશન ઓફિસર અમિત દવેને સોંપ્યો હતો અને તેમણે ગત સાંજથી ચાર્જ સંભાળ્યો છે.
અમિત દવે છેલ્લા ૨૮ વર્ષથી રાજકોટ મહાપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચમાં ફરજ બજાવે છે, તેઓ ૧૯૯૬માં ફાયરમેન તરીકે ભરતી થયા બાદ લિડિંગ ફાયરમેન (જમાદાર) અને ત્યારબાદ ફાયર સ્ટેશન ઓફિસર તરીકે તેમજ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે કામગીરી કરી ચુકયા છે, શહેરના લગભગ તમામ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવી ચુકયા છે અને હાલમાં તેઓ સૌથી સિનિયર ફાયર સ્ટેશન ઓફિસર છે.
નોંધનીય છે કે રાજકોટમાં મે મહિનામાં અિકાંડ સર્જાયા પછી છેલ્લા ચાર મહિનામા ચાર ચીફ ફાયર ઓફિસર બદલાયા છે અિકાંડ વખતે ઇલેશ ખેર હતા જેમની ધરપકડ થતા જેલહવાલે છે, ત્યાર બાદ કચ્છ ભુજથી અનિલ માને નિયુકત કરાયા તેઓ લાંચ લેતા ઝડપાતા હાલ જેલ હવાલે છે, આ ઘટનાક્રમ બાદ અમદાવાદના એડિ.ફાયર ઓફિસર મિથુન મિક્રીને નિયુકત કરાયા પરંતુ તેઓ હાજર થયા જ નહીં તેથી રાજકોટ ફાયર બિગ્રેડના સૌથી સિનિયર સ્ટેશન ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરપદે ચાર્જ સંભાળનાર અમિત દવેએ આજથી જ નવા ફાયર એનઓસીની પેન્ડીંગ અરજીઓ તેમજ રીન્યુઅલ માટેની અરજીઓ અંગેની કામગીરી શરૂ કરી છે.
તદઉપરાંત ફાયર સેફટી અંગેનું ચેકીંગ અને શહેરના તમામ ફાયર સ્ટેશનની વિઝીટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application