કોરોના અંગે કેન્દ્ર સરકારની સોશિયલ મીડિયા પર કડકાઈ, ટ્વીટર પરથી અફવા ફેલાવતી 50 ટ્વીટ કરાવાઈ delete

  • April 26, 2021 07:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંકટની વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 100 પોસ્ટ્સ અને યુઆરએલ કાઢી નાખવાની સૂચના આપી છે. જેમાં દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિ અંગે ભ્રામક માહિતી ફેલાવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ પોસ્ટ્સ, ટ્વિટ્સ અને યુઆરએલને દૂર કરવા પણ કહેવામાં આવ્યું હતું. જે કોરોના અંગે લોકોમાં ભય ફેલાવતી હતી. માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે કેન્દ્ર સરકારના આદેશના પગલે તેના પ્લેટફોર્મ પરથી 50 થી વધુ ટ્વીટ્સને દૂર કરી દીધી છે.

 

 

મળતી જાણકારી અનુસાર તેમાંથી મોટાભાગની પોસ્ટ્સ કોરોના વાયરસને લગતી ખોટી માહિતી આપતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આ સૂચના આપવામાં આવી છે જેથી આ ગેરમાર્ગે દોરનારા પોસ્ટ્સને કારણે દેશમાં અંધાધૂંધીની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે તેને રીમૂવ કરી દેવામાં આવે. 

 

 

છેલ્લા કેટલાક સમયથી કોરોનાને લગતી જૂની માહિતી અને ખોટી તસવીરો અને આંકડાઓ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યા હતા. આ બનાવટી પોસ્ટ પર સરકારની નજર હતી ત્યારબાદ સરકારે વિવિધ પ્લેટફોર્મ પરથી 100 જેટલી પોસ્ટ રીમૂવ કરાવી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021