કેન્દ્ર ચાલુ નાણાકીય વર્ષમાં રસી માટે રૂા.૪૫૦ અબજ ખર્ચશે

  • June 08, 2021 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા અત્યાર સુધીની મોટી જાહેરાત કરવામાં આવી હતી અને દેશમાં તમામ લોકોને મફત રસી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ આ મહા કાર્યક્રમ પાછળ કેટલો ખર્ચ થશે તેનો હિસાબ પણ માંડવામાં આવ્યો છે અને તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના વર્તુળોએ એમ જાહેર કયુ છે કે, વેકિસન પાછળ કેન્દ્ર સરકાર દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં કુલ રૂા.૪૫૦ અબજનો ખર્ચ કરશે અને આ માટેની તમામ રૂપરેખા ઘડી લેવામાં આવી છે.

 


બીજીબાજુ નાણામંત્રાલય દ્રારા એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે, દેશમાં વેકિસન પાછળ બજેટમાં જાહેર કરવામાં આવેલી રૂા.૩૫ હજાર કરોડની રકમ પણ અમારા માટે પુરતી હશે. વડાપ્રધાન તેમજ કેન્દ્રીય નાણામંત્રી દ્રારા પણ આ પહેલા પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, દેશમાં બધાને વેકિસન આપવામાં કોઈ પ્રકારની નાણાકીય ખેંચનો સામનો કરવો પડશે નહીં.

 


એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે, બજેટમાં જે રકમ વેકિસન માટે જાહેર કરવામાં આવી હતી તેમાં ૧૦૦ અબજ રૂપિયાનો ઉમેરો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ૧લી એપ્રિલથી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના રસી પાછળ ૪૫૦ અબજ રૂપિયા ખર્ચવા માગે છે અને નાણામંત્રાલયના ઈ–મેઈલ મારફત પણ માહિતી માગવામાં આવી છે.

 


બીજીબાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્રારા કોરોના વાઈરસના દર્દીઓની સારવાર માટે નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે અને ડોકટરોને કેટલીક સુચનાઓ આપવામાં આવી છે અને ઘણી બધી દવાઓને સારવારના લીસ્ટમાંથી રદ કરી દેવામાં આવી છે.  વડાપ્રધાને તમામ રાયોને મોટી રાહત આપીને એમ કહ્યું છે કે, વેકિસન પાછળ રાય સરકારોએ એક રૂપિયાનો પણ ખર્ચ કરવાનો નથી અને બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર કરશે અને એટલા માટે ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકાર રૂા.૪૫૦ અબજનો ખર્ચ કરશે. આ માટેનો તમામ હિસાબકિતાબ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

 


આ પહેલા પણ મોટાભાગની રાજ્ય સરકારોએ વેકિસન લોકોને આપવા માટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય સહાયતાની માગણી મોટા પ્રમાણમાં કરી હતી. એ જ રીતે જીએસટીના વળતરમાં પણ મુદત લંબાવી દેવાની માગણી કરવામાં આવી હતી.

 


આ તમામ માગણીઓનો અભ્યાસ કર્યા બાદ વડાપ્રધાને એવો નિર્ણય લીધો હતો કે, આખા દેશમાં બધા જ લોકોને મફત રસી આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર પોતે ભોગવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS