રાજકોટના મશીનરીના વેપારીને ધંધો મોંઘો પડ્યો: ૯૦ લાખની આવકવેરાની નોટિસ

  • June 05, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરે કોઈ ને ભરે કોઈ.. આ કહેવત રાજકોટના એક મશીનરીના વેપારી પર સાચી પડી છે. આ ધંધાર્થી એ મુંબઈની એક પાર્ટીને વેચાણ કરેલું હતું જેના પર ઈન્કમટેકસ વિભાગે લાખો પિયાના વેચાણને આવક ગણીને ૧૪૮ ની કલમ હેઠળ નોટિસ ફટકારતાં વેપારીનો જીવ અધ્ધર તાલ થઇ ગયો છે અને આ બાબતે ખુલાસા કરવા માટે આવકવેરા વિભાગની કચેરીએ ધક્કા ખાઈ રહ્યો છે. છ વર્ષના જૂના કેસ રીઓપન કરીને શંકાસ્પદ વ્યવહારો ને લઇ આવકવેરા વિભાગ દ્રારા કરદાતાઓને નોટીસો ફટકારાઇ ગઈ છે પરંતુ અમુક કેસમાં આવકવેરા વિભાગે ઉતાવળા પગલા ભરીને નોટીસો ફટકારાતા કોરોના ની આ પરિસ્થિતિમાં કરદાતાઓ ચિંતામાં મુકાયા છે.

 

 

આ કેસની મળતી વિગત મુજબ શહેરમાં મશીનરી મેન્યુફેકચરિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ છ વર્ષ પહેલાં મુંબઈની એક પાર્ટીને મશીન ટુલ્સ ના પાર્ટસનું વેચાણ કયુ હતું. આ વેચાણ પિયા ૯૦ લાખ નો અંદાજે થયું હતું. વેચાણ કિંમત પેટે લેવાના નીકળતા પિયા જે તે સમયે ખરીદનાર પાર્ટીએ કો–ઓપરેટીવ સોસાયટી મારફત આ વેપારીને ચૂકવ્યા હતા. આ દરમિયાન મુંબઈ માં આવેલી આ કો–ઓપરેટીવ સોસાયટીમાં આવકવેરા વિભાગની રેડ પડી હતી જેમાં દસ્તાવેજોની ચકાસણી થતા રાજકોટના વેપારીને પિયા ચૂકવ્યા ની એન્ટ્રી સામે આવતા ઇન્કમટેકસ વિભાગે વેચાણના નફા પર ટેકસ ગણવાના બદલે ઇન્કમટેકસ પિયા ૯૦ લાખના વેચાણ પર ટેકસ વ્યાજ અને પેનલ્ટી ગણીને કરોડો પિયાના ટેકસ ચૂકવવા ની નોટીસ ફટકારી છે. જેમકે ઇન્કમટેકસ ૯૦ લાખ પર ૧૩૨ ટકા વ્યાજ ઉપરાંત પેનલ્ટી નાખી છે. આ ઘટનામાં મશીનરી ના આ વેપારીએ છ વર્ષ જૂના દસ્તાવેજો પણ નાશ કરી નાખ્યા છે. આથી આવકવેરા વિભાગને બતાવવાના દસ્તાવેજો પણ તેની પાસે હાજર નથી. યારે જે પાર્ટીએ આ કો–ઓપરેટીવ સોસાયટી ના માધ્યમથી આપેલા પિયા હોવા છતાં પણ ખરીદાર પાર્ટી સાઈડલાઈન થઈ ગઈ છે.

 

 

રાજકોટમાં ૧૪૮ કલમ હેઠળ ૨ હજારથી વધુ નોટિસ
આવકવેરા વિભાગ દ્રારા ૨૦૧૪–૧૫ થી ૨૦૧૯–૨૦ સુધીનાં જૂના કેસ ઇન્કમટેકસએ રીઓપન કર્યા છે. જેમાં કરદાતાઓએ પિયા દસ લાખથી વધુનું રોકાણ કયુ હોય અને તેમાં શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હોય એવા કેસમાં ઈન્કમટેકસ વિભાગે નોટિસ ફટકારી છે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આશરે ૨ હજાર જેટલી નીકળી હોવાનું આવકવેરા વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે સી.એ. જણાવે છે કે, આ છ વર્ષમાં કરદાતાએ મ્યુ.ફન્ડ, સ્થાવર મિલકત,વીમા માં તગડું રોકાણ કયુ હોય અથવા તો સ્થાવર મિલકતની જંત્રી વેલ્યુ ઓછી કરી હોય એવા દસ્તાવેજો ની ચકાસણી બાદ આવકવેરા વિભાગે ૧૪૮ ની કલમ હેઠળ નોટિસ ફટકારી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS