24 કરોડની કિંમતની 30 એકર જમીનમાં થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું

  • January 13, 2021 05:49 PM 736 views

માલિયાસણ, કુવાડવા, તરઘડીયામાં હોટેલ, પેટ્રોલ પમ્પ, ટ્રાન્સપોર્ટ ઓફિસ સહિતના દબાણો પ્રાંત અધિકારીએ દૂર કરાવ્યા

રાજકોટ શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે ટચ કુવાડવા, માલયાસણ તરઘડીયા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલા વ્યાપક દબાણો આજે જિલ્લા કલેકટર રમ્યા મોહન ની સુચના મુજબ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ તોડી પડાયા હતા અને 24 કરોડની કિંમતની 30 એકર જેટલી સરકારી ખરાબાની જમીન ખુલ્લી કરાવી હતી.


પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ મામલતદાર કે.એમ કથીરિયા સર્કલ ઓફિસર દેકાવાડીયા, તલાટીઓ હાંસલીયા, પુરોહિત, પવનભાઇ અને ઝાલા સહિતની ટીમ માલીયાસણ, કુવાડવા અને તરઘડિયામાં ત્રાટકી હતી અને સરવે નંબર 333, 309, 557 માં ઠાકર હોટલ પંજાબ હરિયાણા ટેમ્પો ચામુંડા હોટલ ચાંદની હોટલ અને બાયોડીઝલ, શ્રી હરિ કૃપા પેટ્રોલિયમ યદુનંદન બાયોડીઝલ ગોહાટી ગુજરાત રોડવેઝ સૂર્યદીપ હોટલ ગાત્રાડ ટી સ્ટોલ જય દ્વારકાધીશ ટી સ્ટોલ અને પાન મારુતિ એન્ટરપ્રાઇઝ અન્ય કેબીનો છાપરાઓ વગેરેનું બાંધકામ તોડી પાડી 30 એકર જમીન ખુલ્લી કરાવી હતી.


દબાણકતર્ઓિને સ્વેચ્છાએ દબાણો તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેનો અમલ ન થતા આજે પ્રાંત અધિકારી અને મામલતદાર બુલડોઝર સાથે ત્રાટક્યા હતા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટયા હતા પરંતુ પોલીસ બંદોબસ્તને કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ હતી.
માધાપર, ઘંટેશ્ર્વર, પરાપીપળિયા ગામોની સરકારી જમીનોમાં અનઅધિકૃત રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી શ કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં આવ્યો છે જેના અમલીકરણના ભાગપે સરકારી ખરાબાની જમીનોમાં દબાણ કરનારાઓ ઉપર કાર્યવાહી શ કરી દેવામાં આવી છે. તલાટી પુરોહિતભાઈના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ માધાપર તથા ઘંટેશ્ર્વર ગામમાં સરકારી ખરાબાની 8500 ચો.મી. જમીનમાં થયેલ અનઅધિકૃત દબાણ ખુલ્લું કરાવવામાં આવેલું છે. આ જમીનની બજાર કિંમત અંદાજે દશેક કરોડ જેટલી થાય છે.

 

આ ખરાબા પૈકીની જમીનોમાં પ્લાસ્ટિકનું કારખાનું, ઇંટોના ભઠ્ઠા, પાર્ટી પ્લોટ તથા વંડાઓ વાળીને દબાણો કરવામાં આવેલ. આ દબાણો દબાણકારોએ નોટિસ આપ્યા બાદ તુરંત જ સ્વૈચ્છાએ દબાણ દૂર કરી સરકારી જમીન ખાલી કરી આપેલ છે. પ્રાંત અધિકારી ગોહિલ અને મામલતદાર કથીરિયાના માર્ગદર્શન હેઠળ અન્ય સરકારી ખરાબાની જમીનોમાં જેમણે પણ દબાણ કરેલું છે તેમના ઉપર લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સરકારી જમીનો બિનઅધિકૃત રીતે પચાવી પાડવા સબબ દબાણદાર અને આવી જમીનો વેચનાર વિધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માધાપર અને ઘંટેશ્ર્વર જેવા ઝડપથી વિકાસ પામી રહેલ વિસ્તારોમાં જમીન, મકાન ખરીદ કરતાં પહેલાં ટાઈટલ ચેક કરી લેવું અને ખાતરી કયર્િ બાદ જ વ્યવહારો કરવા જોઈએ તેવું તલાટી દ્વારા જણાવવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application