લગ્ન એ ખુશીઓથી ભરેલી ક્ષણો છે. તે માત્ર વર-કન્યા માટે જ ખુશી નથી લાવતી પરંતુ આ ક્ષણ તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓ માટે પણ સૌથી ખાસ હોય છે, જેમાં તેઓ નાચતા, ગતા અને ઘણો આનંદ માણતા હોય છે. જો કે, લગ્નોમાં ઘણો ખર્ચ થાય છે, સામાન્ય રીતે લગ્નમાં થતો ખર્ચ છોકરા-છોકરીના પરિવારજનો ઉઠાવે છે, પરંતુ જો તે ખર્ચ મહેમાનો પાસેથી જ માંગવામાં આવે તો શું? હા, આજકાલ એક એવો જ કિસ્સો સમાચારોમાં છે, જેણે લોકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે.
સામાન્ય રીતે, મહેમાનોને લગ્નમાં હાજરી આપવા માટે લગ્ન કાર્ડ દ્વારા આમંત્રિત કરવામાં આવે છે, પરંતુ એક દંપતી છે જેણે મહેમાનોને ૩૦૦ પાઉન્ડ એટલે કે ૩૧ હજાર રૂપિયાથી વધુની કિંમતની માંગણી સાથે આમંત્રણ કાર્ડ મોકલ્યું હતું, જે મહેમાનો જોતા જ ગુસ્સે થઈ ગયા હતા. લોકોએ વર-કન્યાને લોભી કહ્યા છે અને તેમણે લગ્નમાં આવવાની પણ ના પાડી દીધી છે.
અહેવાલ મુજબ, આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એક મહિલાને આ વિચિત્ર આમંત્રણ પત્ર મળ્યો, જેના પછી તેણે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. પોસ્ટમાં તેણે લખ્યું, 'મારી એક સૌથી નજીકની મિત્ર લગ્ન કરી રહી છે અને તે તેના મહેમાનોને લગ્નમાં હાજરી આપવા માટે ચાર્જ કરી રહી છે. હું જાણતી હતી કે તે થોડી કંજૂસ છે, તેથી મને તે આશ્ચર્ય થયું ન હતું, પરંતુ આ યોગ્ય નથી. જો કે, એવું લાગે છે કે મારા જેવા ૯૦ના દાયકાના છોકરાઓ અને છોકરીઓએ તેમના લગ્ન માટે મહેમાનો પાસેથી વધુ અને વધુ ચાર્જ લેવાનું શરૂ કર્યું છે, જે શરમજનક છે.
મહિલાએ જણાવ્યું કે લગ્નના કાર્ડ પર ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા, જેમાં પહેલો વિકલ્પ હતો 'હું લગ્નમાં હાજરી આપીશ' અને તેના માટે પરબિડીયુંનો ચાર્જ લગભગ ૫૪૦૦ રૂપિયા લખવામાં આવ્યો હતો. આ સિવાય બીજો વિકલ્પ હતો ‘હું ફંકશનમાં ભાગ લઈશ’ અને ત્રીજો વિકલ્પ હતો ‘હું ભાગ લઈ શકીશ નહીં’. મહિલાએ આગળ કહ્યું કે વાસ્તવમાં દુલ્હન અને વરરાજા મહેમાનોને ભોજનથી લઈને સંગીત અને સજાવટ માટે દરેક વસ્તુ માટે ચાર્જ લેતા હતા.
મહિલાએ ખુલાસો કર્યો કે જો મહેમાનો રોકાવા માંગતા હોય, તો તેમણે પ્રતિ રાત્રિના ૮૦૦૦ રૂપિયાથી વધુ ચૂકવવા પડશે, અને આ ચાર્જ ડિનરની આગલી રાત્રે અને લગ્નના દિવસે અને લગ્ન પછીની રાત્રે બંને પર લાગુ થશે. આનો અર્થ એ થયો કે લગ્નમાં હાજરી આપવા માટે મહેમાનોએ એકંદરે રૂ. ૧૬૫૦૦ થી રૂ. ૩૧૦૦૦ ચૂકવવા પડશે. મહિલાએ જણાવ્યું કે તે ૧૨ વર્ષથી વર-કન્યા સાથે મિત્રતા ધરાવે છે, પરંતુ તેમ છતાં તે લગ્નમાં હાજરી આપશે નહીં, કારણ કે તેને લાગે છે કે મહેમાનો પાસેથી લગ્નનો ખર્ચ વસૂલવાનો વિચાર ખૂબ જ ખરાબ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech