ગાંધીધામમાં પોલીસના હાથમાં ન આવેલા બુટલેગરે બે યુવાનો ઉપર હુમલો કર્યો

  • February 14, 2020 09:43 AM 5 views

ગાંધીધામ ખોડીયાર નગર ટ્રાન્સપોર્ટ નગર ની બાજુ માં પોલીસે અઠ્યાસી હજાર નો દારૂ ઝડપી પાડયો હતો અને તેમાં આરોપીઓ હાથમાં આવ્યો ન હતો પણ તે બુટલેગરે અન્ય બે શખ્સો સાથે મળી તું પોલીસને બાતમી કે આપસ એમ કહીને બે યુવાનો ઉપર કુહાડીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી તો બીજા બનાવમાં ગાંધીધામના ગુજરાત હાઉસિંગ કોલોની માં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં વેસ્ટિજ માલ કેમ નથી આવતો તેમ કહી ચાર શખ્સોએ યુવાનને માર મારી ધમકી આપી હતી.

 

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ખોડીયાર નગર માં આરોપી તૈયબ ઓસમાણ રાયમા, જુસબ ઓસમાણ રાય માં, સલીમ ઓસમાણ રાયમાં એ તું અમારી બાતમી પોલીસને કેમ આપશ  તેમ કહી ને મહેબૂબ શેરમામદ રાયમાં, અને સાહેદ અમીન ઉપર કુહાડીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી અહીં પોલીસે ૮૮ હજારનો દારૂ ઝડપી પાડયો હતો અને તેમાં આરોપી તયબ ઓસમાણ રાયમાં પોલીસના હાથમાં આવ્યો ન હતો બાદમાં તેમણે બે યુવાનો ઉપર હુમલો કર્યો હતો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

બીજા બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે શહેરના ગુજરાત હાઉસિંગ કોલોની સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પાસે વિનોદભાઈ બલજીતસિંહ દાનીમાં ઉંમર વર્ષ ૩૫ ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં થી વેસ્ટેડ લીધેલો માલ તું કેમ નથી આપતો તેમ કહીને આરોપી ખેરાજ ઉર્ફે ખેરિયો દામજી મહારાજ અને તેનો દીકરો, હિતેશ ખેરાજ મારાજ, મિથુન રિક્ષાવાળો, અને એક અજાણ્યો શખ્સ સહિત ચારે મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.