મેરીટાઇમ ઇન્ડિયા સમિટમાં એસી હજાર કરોડના એમઓયુ પર હસ્તાક્ષર
મેરીટાઇમ ઇન્ડિયા સમીટનો વડાપ્રધાન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યા બાદ દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે અને એસી હજાર કરોડથી વધુના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે
આ અંગે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ એસ.કે મહેતાએ જણાવ્યું હતું કે દરિયાઈ ક્ષેત્રે વિકાસ માટે અંદાજીત ૮૦ હજાર કરોડથી વધુના ૪૩ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને આ એકમો શરૂ થતા દરિયાઈ ક્ષેત્રે મોટો વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી
મેરીટાઇમ સમીટનો વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ પ્રારંભ કરવામાં આવ્યા બાદ આજે આ સમિટને સંબોધી ડીપીટી ચેરમેન એસ.કે મહેતાએ જણાવ્યું હતું કે દિનદયાલ પોર્ટની માલ લોડીંગ અનલોડિંગ ની ક્ષમતામાં અનેકગણો વધારો કરી હેંડલિગ ક્ષમતામાં મોટો વધારો કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં ઓઇલ જેટી, તુણા ટેકરા પર કન્ટેનર ટર્મિનલ અને મલ્ટીપલ કાર્ગો ટર્મિનલ ફર્ટિલાઇઝર માટે જેટી કાર્ગો હેન્ડલીંગ માટે એક થી સોળ નંબરની જેટી પર પણ વધુ ક્ષમતા કરવામાં આવશે આ ઉપરાંત સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી અને રો રો ફેરી સર્વિસ યોજના હેઠળ પણ આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
મેરીટ ઇન્ડિયા સમિટના પ્રારંભ પહેલાં જ વિવિધ કંપનીઓ સાથે હસ્તાક્ષર કરી દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા એમઓયુ સાઈન કર્યા હતા અને આ સમિટ દરમિયાન સભ્યો 77,000 કરોડ એમઓયુ થવાની શક્યતા વ્યક્ત કરી હતી પરંતુ સમિટના બીજા દિવસે જ ૮૦ હજાર કરોડના 43 એમઓયુ પર હસ્તાક્ષર કરી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી આ તમામ પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ કાર્યાન્વિત થશે તેવો પણ આશાવાદ દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન એસ.કે મહેતાએ વ્યક્ત કર્યો હતો
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230