અલંગમાં પરપ્રાંતિય શખસનો મૃતદેહ મળ્યો

  • January 13, 2021 02:26 PM 233 views

પીઠના પાછળના ભાગે લાકડીના ઘા અને ગોંઠણ પણ છોલાયેલા હોય પેનલ પીએમ કરાવાયુ

તળાજાના અલંગ પ્લોટ નં.22ની સામેથી પરપ્રાંતિય યુવકની રહસ્યમય સંજોગોમાં શંકાસ્પદ હાલતે મૃતદેહ મળી આવતાં અલંગ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. શંકાસ્પદ મોતના પગલે પોલીસે પેનલ પી.એમ કરાવ્યું હતું. મૃતકને કોઈ સાથે ઝઘડો થયાનું પણ બહાર આવ્યું છે.


અલંગ પોલીસ અને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગતો મુજબ અલંગના પ્લોટ નં.22 સામેથી અજય ઉર્ફે પંડિત ભૂલેશ્વર (ઉ.વ.48, મૂળ.રહે.યુપી)નો મૃતદેહ મળી આવ્યો હતો. લાશનું ડો.સોલંકી અને.ડો.સાકીયાએ પેનલ પી.એમ. કર્યું હતું. પી.એમ. રિપોર્ટના પ્રાથમિક તારણ મુજબ શ્ર્વસનક્રિયા રોકાઈ જવાના કારણે યુવકનું મોત નિપજ્યું હતું.જો કે, મૃતકની પીઠના પાછળના ભાગે લાકડીના બે ત્રણ ઘાના નિશાન અને ગોઠણ પણ છોલાયેલા હોવાનું જણાતા તબીબોએ મૃતકના બ્લડ સેમ્પલ પણ લીધા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને બપોરના સમયે કોઇ સાથે ઝઘડો થયો હોવાનું બહાર આવતાં પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application