પાકને FATFનો મોટો ઝટકો: ટેરર ફંડિંગના કારણે ગ્રે લિસ્ટમાં જ રહેશે

  • June 25, 2020 11:30 AM 754 views ભારતમાં આતંકવાદી હત્પમલાને અંજામ આપનારા આતંકવાદી સંગઠનોને પાળનારા પાકિસ્તાનને વધુ એક આંતરાષ્ટ્ર્રીય મચં પર ઝટકો લાગ્યો છે. ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સએ બુધવારે કહ્યું કે, બધા દેશો માટે કરાયેલી ટેરર ફાઈનાન્સિંગ અને મની લોન્ડિ્રંગની સ્ક્રૂટિની ઓકટોબર ૨૦૨૦ સુધી ચાલુ રાખવામાં આવશે.


વિડીયો કોન્ફ્રેન્સિંગ દ્રારા આયોજિત એફએટીએફના અધિવેશનમાં એ વાતનો નિર્ણય લેવામાં આવનાર હતો કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટાં રાખવામાં આવશે કે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે.એફએટીએફ એ આતંકવાદને નાણાકીય પોષણ રોકવા અને મની લોન્ડરિંગ સામે પગલાં ઉઠાવવાને લઈને ૨૭ પોઈન્ટસનો પ્લાન બનાવ્યો હતો અને તેનું પાલન ન કરવા પર તેને બ્લેકલિસ્ટમાં મૂકી દેવાની પણ આશંકા હતી.


પાકિસ્તાનને ગત વર્ષે ઓકટોબરથી બે વખત આ એકસટેન્શન મળી ચૂકયું છે. આ વખતે કોરોના વાયરસ મહામારીને પગલે એફએટીએફએ એ બધા દશોને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કર્યેા, જે પહેલેથી તેમાં સામેલ હતા. તો, જે દેશ બ્લેક લિસ્ટમાં હતા, તે પણ તેમાં જ રહેશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application