કાલથી રાજ્યભરના મંદિરોમાં ફરી ઘંટારવ સંભળાશે, સમય અને નિયમો બદલાયા

  • June 10, 2021 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ, દ્વારકા, પાવાગઢ મંદિર, ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર અને માતાના મઢ ખાતે આશાપુરા મંદિર ખુલશે

 



કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દશર્નિાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ આવતીકાલથી ભાવિકો માટે ખુલી જશે. દ્વારકા મંદિર પણ કાલથી ખુલી જશે. અંબાજી મંદિર 57 દિવસ બાદ 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જોકે માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.

 


જ્યારે પાવાગઢ મંદિર કાલ થી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર પણકાલ થી દર્શનાર્થે ખુલ્લું મુકાશે. માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર 11થી ખુલશે. ભાવનગરના ખોડીયાર મંદિર 11મીથી ખુલશે જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલશે જ્યારે ડાકોર મંદિર અંગે આજે મીટિંગ મળશે.

 


રાજ્ય સરકારની નવી નવી ગાઇડ લાઇન જાહેર થયા બાદ કચ્છનું માતાનામઢ માં આશાપુરાનું મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલશે. જો કે અહીં કોરોનાકાળના કારણે અતિથીગ્રહ અને ભોજનશાળા હજી પણ બંધ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application