માલ્યાના ૬૨૦૦ કરોડના શેરની બેન્ક બુધવારે હરાજી કરશે

  • June 19, 2021 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાને લઈ મોટી ખબર આવી છે. બેંકોએ તેમના લેણાંની વસુલાત માટે કમરકસી છે. એસબીઆઈના નેતૃત્વ હેઠળ બેંકોએ ૨૩ જૂને માલ્યાના ૬૨૦૦ કરોડના શેર વેચવાની જાહેરાત કરી છે. વિજય માલ્યાનો United Breweries, United Spirits અને  McDowell Holding કંપનીઓમાં મોટો હિસ્સો છે. બેંક બલ્ક ડીલ હેઠળ શેર વેચશે.

 


એક અખબારી અહેવાલ અનુસાર જો શેરોનો બક ડીલ પુરી થાય છે તો વિજય માલ્યા પરના બાકી લેણાંની વસૂલાતની દિશામાં બેંકો માટે તે મોટી જીત હશે. માલ્યાની અલ્ટ્રા પ્રીમિયમ એરલાઇન કિંગફિશર આર્થિક સંકટને કારણે ઓકટોબર ૨૦૧૨ માં બધં થઇ ગઈ હતી. જાન્યુઆરી ૨૦૧૯ માં વિજય માલ્યાને આર્થિક ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. માલ્યાએ ૨ માર્ચ ૨૦૧૬ ના રોજ ભારત છોડી દીધું હતું.

 


રિપોર્ટ અનુસાર ૬૨૦૦ કરોડના શેરનું વેચાણ બેંગ્લોર સ્થિત ડેબટ રિકવરી ટિ્રબ્યુનલ ની દેખરેખ હેઠળ કરવામાં આવશે. જો આ બલ્ક ડીલ નિષ્ફળ જાય તો બેંક રિટેલ માર્કેટમાં શેર વેચશે. જેની શઆત ૨૪ જૂનથી થશે.

 


માલ્યા ૧૭ બેંકોનો ડિફોલ્ટર છે અને આ બેંકોનું કુલ લેણું  ૯૦૦૦ કરોડ છે. ઈંટ્રેસ્ટ અલગછે. આ ફકત પ્રિન્સિપલ એમાઉન્ટ છે. એસબીઆઈ સિવાય માલ્યાની પીએનબી, આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, ફેડરલ બેંક, એકિસસ બેંક જેવી બેન્કોના દેવા છે. આ બેન્કોએ માલ્યાની પર્સનલ ગેરંટી સામે લોન આપી હતી.
આ ત્રણેય કંપનીઓના શેરની વર્તમાન કિંમત અનુસાર, મેકડોવેલ હોલ્ડિંગ્સના શેરના વેચાણથી ૧૩.૮ કરોડ પ્રા થશે. યુબીએલના વેચાણથી ૫૫૬૫ કરોડ મળશે અને ૧૬૫ કરોડ પિયા યુનાઈટેડ સ્પિરિટસના શેરના વેચાણથી આવશે.

 


યુનાઇટેડ સ્પિરિટસના શેર ૫૨ અઠવાડિયાના સર્વેાચ્ચ સ્તરે છે. યુનાઇટેડ વેબરીઝ અને મેકડોવેલ પણ ઉચ્ચતમ સ્તરની નજીક છે. આવી સ્થિતિમાં બેન્કો ઇચ્છતી નથી કે શેર ખુલ્લા બજારમાં વેચાય કારણ કે આનાથી કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. તેની ખોટ હાલના રિટેલ રોકાણકારોને પણ થશે.

 


ઈડીએ વિજય માલ્યાની ૧૨ હજાર કરોડની સંપત્તિ એટેચ કરી છે. ૨૪ મેના રોજ PMLA  કોર્ટે બેંકોને કહ્યું હતું કે તેઓ  વતી એટેચ સંપત્તિ વેચીને તેમની લોન ભરપાઈ કરી શકે છે. આ બેંકો માટે મોટી રાહતના સમાચાર હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application