કોરોનાના કારણે વિધાનસભાનું સત્ર ટૂંકાવવામાં આવે તેવી સંભાવના

  • March 18, 2021 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંત્રીઓ સોલંકી-રાદડિયાની ઓફિસમાં કોરોનાના કેસ: કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવાય તેવી શકયતા

 રાજ્યમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિધાનસભાનું બજેટ સત્ર ટૂંકાવવામાં આવે તેવી સંભાવના છે. રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલને કોરોના આવ્યા બાદ રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોતમ સોલંકીના કાયર્લિયમાં ચાર જણા ને કોરોના થયો છે બીજીબાજુ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાની કચેરીમા પણ કોરોના દસ્તક દીધી હોવાના વાવડ છે. આ સ્થિતિ વચ્ચે વિધાનસભાનું બજેટસત્ર ટૂંકાવવુ કે આખર સુધી ચલાવવું તેનું મનોમંથન શરૂ થઇ ચૂક્યું છે એમ વિશ્વસનીય સૂત્રો જણાવે છે.

 


અત્રે નોંધવું જરૂરી છે કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના ના કેસ 1122 ને આંબી ગયા છે. માંડ માંડ કાબુ માં આવેલો કોરોના ચૂંટણી અને મેચના કારણે બાજી બગાડી ગયો હોય એવું ચિત્ર તૈયાર થયું છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાના રોગચાળાને ડામવા માટે ચાર સીનિયર સનદી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય આ ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ વધારવાનો નિર્ણય પણ સરકારને કરવો પડ્યો છે.

 


કોરોના ની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી જેમાં રાજ્યમાં ટેસ્ટિંગ તથા રસીકરણ વધારવાની બાબતો પર જોર આપવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ વધારવામાં આવશે તો કેસોની સંખ્યામાં પણ ઘટાડો થશે તે વાત નિશ્ચિત છે.

 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્ધટેન્મેન્ટ ઝોન વધારી સર્વેલન્સ કરવાની સૂચના ની સાથે વેક્સિનેશન નો સમય પણ વધારવામાં આવે તે જરૂરી છે સાથોસાથ રેલ્વે સ્ટેશન એરપોર્ટ રાજ્ય સરહદ પરના શહેરોમાં પ્રવેશતા લોકોનું સ્ક્રિનિંગ તેમજ જાહેર સમારંભ ઉપર લગામ કસવા આદેશ કયર્િ છે. જેને લઇને ગઇકાલ સાંજથી જ ગુજરાત સરકાર એકશનમાં આવી છે.

 


કોરોનાના વધતા કેસને લઈને વિધાનસભા અધ્યક્ષ ખાસ કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવે તેવા સંકેતો મળી રહ્યા છે. આ બેઠકમાં વિધાનસભાનું સત્ર ટૂંકાવવું કે નહીં તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS