બંગાળી કારીગરની દિલેરી, ૮૦ સાથીઓને પોતાના ખર્ચે વિમાનમાં મોકલ્યા

  • May 06, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત વખતે કારીગરો પારાવાર હેરાન થયા હતા, આ વખતે રાજકોટમાં કોરોનાની વખતે પરિસ્થિતિમાં કારીગરોની સલામતી માટે સોની બજારના મોટા ગજાના ગણાતા કારીગરએ ચાલુ પગાર અને મેડિકલ સુવિધા સાથે પરિવારજનો પાસે મોકલ્યા

 


કોરોનાની મહામારીમાં સોની બજારમાંથી મોટાભાગના કારીગરોએ વતન વાપસી કરી છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીને આ બંગાળી કારીગરો માંડ માંડ તેમના વતન પહોંચ્યા હતા, આ વખતે કારીગરોની હેરાનગતિ દૂર કરવા માટે રાજકોટમાં વર્ષેાથી સ્થાયી થયેલા મોટા ગજાના એક બંગાળી કારીગરે પોતાની જવાબદારીને નિભાવીને તેની સાથે સંકળાયેલા ૮૦ જેટલા કારીગરોને પોતાના ખર્ચે વિમાનમાં બંગાળ સુધી હેમખેમ પહોંચાડા હતા એટલું જ નહીં હાલમાં કોરોના ના લીધે હજુ થોડા મહિના સુધી એવો રાજકોટ આવી શકે તેમ નથી અને વતનમાં પોતાના પરિવારનો જીવનનિર્વાહ સારી રીતે ચલાવી શકે તે માટે આ રજા દરમિયાન પગાર ચાલુ રાખ્યો છે અને તેમના પરિવારને મેડિકલ સુવિધા પણ વિનામૂલ્યે આપી રહ્યા છે.

 

 


સંકટ સમયે રાજકોટના લોકો સેવા અને સખાવત માટે મોખરે હોય છે ત્યારે મૂળ બંગાળના અને સોની બજારમાં વર્ષેાથી કામ કરતા આ કારીગરની વેપારીઓમાં તેની ગણના મોટા ગજાના અને સમૃદ્ધ કારીગર માં થાય છે. રાજકોટમાં વર્ષેાથી સ્થાયી થયા હોવાથી મોટાભાગના વેપારીઓનું કામ હોય છે. આથી આ કારીગર પોતાની જવાબદારીથી બંગાળમાંથી અનેક કારીગરો દર વર્ષે લઈને આવે છે અને તેમને અહીં કામ આપે છે. કોરોના ની વકરતી સ્થિતિ દરમિયાન અહીં લોકડાઉન માં ધંધા–રોજગાર બધં હોવાથી તેમજ આ કારીગરો કોરોના ગ્રસ્ત ના થાય તે માટે તેમને પરિવાર પાસે પોતાના વતન મોકલવા માટેનો નિર્ણય લેવાયો હતો.

 

 


ગત વર્ષે આ કારીગરોને વતન સુધી પહોંચવા માટે આડેધડ વાહનો અને તગડા ભાડા ચૂકવવા પડયા હતા આથી આવા સંજોગો ફરી ન ઉભા થાય તે માટે આ કારીગરે તેમના સાથે કામ કરતાં અન્ય કારીગરોને સલામત રીતે પહોંચાડવા માટે રાજકોટ થી કોલકત્તા પ્લેનમાં પહોંચાડા હતા. મળતી વિગત મુજબ એસી જેટલા કારીગરો ને પોતાના ખર્ચે મોકલવામાં આવ્યા છે.

 

 


અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હજારો બંગાળી કારીગરો વસવાટ કરે છે અને વર્ષેાથી તેમની મહેનતથી કેળવાયેલા આ કારીગરોની કલાત્મક કામગીરી રાજકોટની સુવર્ણ બજાર ઉભરી છે અને આજે દુનિયામાં સોનાનું હબ તરીકે રાજકોટ ઓળખાય છે, આ કારીગરોની રાજકોટની સોનીબજાર ને ખૂબ જ જરૂરિયાત હોય અને આ ચેઇન ભાંગી ન પડે તે માટે વેપારીઓ અને મોટા કારીગરો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. કોઈપણ પ્રકારની સરકારી સુવિધા અને આદેશની રાહ જોયા વિના પોતાની રીતે સ્વખર્ચે કારીગરોની તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે અને રજા દરમિયાન પણ તેમના પરિવારની વ્યથા ને સમજી વેપારીઓ ધ્યાન રાખી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS