હાય રે કળિયુગ...૧૫ વર્ષના તરૂણે ૧૬ વર્ષની સગીરા પર બસમાં વારંવાર દુષ્કર્મ આચયુ

  • July 11, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પડોશમાં રહેતી ધો.૧૨ની છાત્રા સાથે ધો.૧૦ ના તરૂણને પ્રેમ પાંગર્યેા હતો: સ્કૂલેથી ભગાડી ગયા બાદ બંને અલગ–અલગ શહેરમાં ફર્યા: પોરબંદરથી પકડાયા




રંગીલા રાજકોટમાં વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો ૧૫ વર્ષનો છાત્ર ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી છાત્રાને ભગાડી ગયો હતો. બાદમાં બંને જુદા જુદા શહેરોમાં ફરતા રહ્યા હતા. આ દરમિયાન તેણે છાત્રા પર સ્લીપર કોચમાં પાંચેક વખત દુષ્કર્મ આચયુ હતું.





જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પરના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષ અને ૧૧ માસની છાત્રા કોઠારીયા રોડ પર આવેલી સ્કૂલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. યારે તેના ઘર નજીક ૧૫ વર્ષ અને એક માસનો છાત્ર રહે છે. જે ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. પાડોશમાં રહેતા હોય બંને વચ્ચે આ કાચી ઉંમરે પ્રેમ પાંગર્યેા હતો અને બંને ભાગી જવાનું નક્કી કયુ હતું.





બાદમાં બંને અગાઉ નક્કી કર્યા મુજબ તારીખ ૫ ના રોજ સ્કૂલે પહોંચી ત્યાંથી આ છાત્ર પ્રેમિકાને ભગાડી ગયો હતો. મોડે સુધી દીકરી ઘરે ન આવતા તેના માતા પિતા ચિંતામાં મુકાયા હતા. પ્રથમ પોતાની રીતે તપાસ કર્યા બાદ ત્રણેક માસ પૂર્વે આ છાત્રા તેના પ્રેમી સાથે મોબાઇલમાં વાત કરતા પકડાઈ ગઈ હોય જેથી વાલીઓને પ્રેમી ભગાડી ગયાની શંકા જતા ભકિતનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ કરી હતી.





આ ગંભીર બનાવને લઇ પીઆઇ એમ.એમ. સરવૈયા તથા રાઇટર નિલેશભાઈ મકવાણા તપાસ હાથ ધરી બંનેના લોકેશન પોરબંદરમાં મળતા ત્યાંથી ઝડપી લીધા હતા. અહીં લવાયા બાદ આ છાત્રની પોલીસે પૂછપરછ કરતા તેણે એવી હકીકત જણાવી હતી કે, તે પ્રેમિકાને ભગાડીને ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યો હતો ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ ત્યાંથી સુરત બાદમાં ફરી અમદાવાદ અને સુરત એમ બંને ફર્યા હતા. ત્યારબાદ અમદાવાદથી દ્રારકા અને પોરબંદર પહોંચ્યા હતા.




તણે વધુમાં કહ્યું હતું કે, તેની પાસે .૩૫,૦૦૦ હતા જેમાં જેમાંથી તે ખર્ચ કરતો હતો યારે તેની પ્રેમિકા પાસે આઈડી પ્રૂફ ન હોવાથી બંનેને કોઈ હોટલમાં પ્રવેશ અપાયો ન હતો જેથી કોઈ પણ શહેરમાં રાત રોકાતા ન હતા. રાત્રે સ્લીપર કોચની બસમાં બેસી બીજા શહેરમાં જતા રહેતા હતા આ દરમિયાન તેણે બસમાં જ પ્રેમિકા સાથે પાંચેક વખત શરીર સંબધં બાંધ્યો હતો. છાત્રની આ હકીકતના આધારે પોલીસે આ કેસમાં દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરી જરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application