રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે જિલ્લામાં ગેરકાયદેસર સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામ ખાતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી.
બે કરોડની જમીન ખુલ્લી કરાઈ
મળતી માહિતી અનુસાર, કુવાડવા ગામના સર્વે નંબર 557 પૈકીની સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ હતું. તાલુકા મામલતદાર દ્વારા દબાણકર્તાઓને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં, તેમણે દબાણ દૂર ન કર્યું. આથી, આજે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. ડિમોલિશનની આ કાર્યવાહી દરમિયાન, આશરે 25 જેટલા કાચા મકાનો, આઠ પાકા મકાનો અને એક ગેરેજ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજિત બે કરોડ રૂપિયાથી વધુ કિંમતની આ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરીમાં કુવાડવા ગામના તલાટીમંત્રી તેમજ કુવાડવા પોલીસ તાલુકા મામલતદાર સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસરકાર દ્વારા તુવેરની ખરીદીમાં ખેડૂતો હેરાન : લલિત વસોયા
April 17, 2025 12:23 PMજામનગરમાં ખીજડીયા બાયપાસ પાસે ટ્રાફિક પોલીસનું ચેકિંગ
April 17, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech