ભારત તરફથી ઓસ્કાર જીતનાર દાદા-દાદી, બોમેન અને બેઈલીની એક્ટિંગે જીત્યા લોકોના દિલ

  • March 23, 2023 10:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્તિકી ગોન્સાલ્વિસ દ્વારા નિર્દેશિત ડોક્યુમેન્ટ્રી 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ' એ ઓસ્કાર જીતીને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. આ માત્ર નિર્માતાઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક મોટા ગર્વની વાત છે. દિગ્દર્શક હવે અમેરિકાથી પરત ફર્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પર ઓસ્કાર ટ્રોફી સાથેનો તેમનો ફોટો શેર કર્યો છે, જેમાં ફિલ્મના કલાકારો બોમન અને બેઈલી તેમની ઉજવણીમાં સામેલ છે.

કાર્તિકી ગોન્સાલ્વિસ તાજેતરમાં જ તમિલનાડુ પરત ફર્યા છે અને તેમના આગમન સાથે, તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની ડોક્યુમેન્ટ્રીના મુખ્ય કલાકારનો ફોટો શેર કર્યો છે, જેમાં તેમના ચહેરા પરની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'અમે અલગ થયાને ચાર મહિના થઈ ગયા છે અને હવે મને લાગે છે કે હું ઘરે છું.' સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે. એકે લખ્યું કે અમે બોમન અને બેલીના મોટા ફેન બની ગયા છીએ. આ સિવાય અન્ય એકે ડાયરેક્ટરને પૂછ્યું, 'મને લાગે છે કે હવે આપણને બોમેન અને બેઈલી સાથે ઓસ્કાર પિક્ચરની જરૂર છે.'

આ ડોક્યુમેન્ટ્રીની વાર્તામાં ટાઈગર રિઝર્વના એલિફન્ટ કેમ્પનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. બોમેન અને બેઈલી હાથી સાથે વાત કરે છે. આ ફિલ્મ જોઈને પશ્ચિમના લોકોને નવાઈ લાગે છે કે માણસ પ્રાણી સાથે કેવી રીતે વાત કરી શકે છે. આ ડોક્યુમેન્ટરી ભારતની જૂની પરંપરાને દર્શાવે છે, જેમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે ગાઢ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. સ્ક્રીન પર માણસ અને પ્રાણી વચ્ચેના ભાવનાત્મક સંબંધને જોઈને લોકોના આંખમાં આંસુ આવી જાય છે.

15 માર્ચ, 2023 ના રોજ, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને બોમન અને બેઇલીને સન્માનિત કર્યા અને તેમને સન્માનિત કરવા માટે દરેકને 1 લાખ રૂપિયાનો ચેક, એક શિલ્ડ અને શાલ અર્પણ કર્યાં છે. ઓસ્કાર એવોર્ડ જીતીને, તમિલ ડોક્યુમેન્ટ્રીએ ઈતિહાસ રચ્યો અને ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં જીતનારી પ્રથમ ભારતીય પ્રોડક્શન બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application