એસી ટ્રેનમાં આપરેશન થિયેટર જેવી તાજી હવા મળશે

  • June 30, 2020 11:27 AM 438 views

રેલવેની વાતાનુકુલિત ટ્રેનોમાં હવે પરિભ્રમણ થયેલી હવા બદલીને આપરેશન થિયેટર (ઓટી) જેવી તાજી હવા તેના કોચમાં પપં કરવામાં આવશે. પરિભ્રમણ થતી હવામાં ચેપ ફેલાવાની સંભાવના વધારે હોય છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.


બારમી મેથી રાજધાનીના ટ પર રેલવે દ્રારા ચલાવવામાં આવતી ૧૫ જોડી એસી ટ્રેનોથી શ થયેલા આ પ્રયોગને રાષ્ટ્ર્રીય ટ્રાન્સપોર્ટરની પોસ્ટ કોવિડ કામગીરી માટેની તૈયારીઓના ભાગપે તમામ એસી ટ્રેનમાં નકલ કરવામાં આવશે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય રેલવેની એસી કોચની છત પર લગાવવામાં આવેલા (આરએમપીયુ) એસી યુનિટ સિસ્ટમ ઓટીની જેમ દર કલાકે ૧૬–૧૮ વખત હવા બદલે છે.
પહેલા એસી ટ્રેનમાં કલાકમાં છથી આઠ વખત હવા પરિવર્તન થતું હતું અને મોટા ભાગે રિસરકયુલેટેડ અર જ કોચમાં પાછી મોકલવામાં આવતી હતી, જોકે, હવે હવા પરિવર્તનની સંખ્યામાં વધારા સાથે ઊર્જાના વપરાશમાં પણ ૧૦થી ૧૫ ટકાનો વધારો થયો છે.


મુસાફરોની સલામતી માટે એક ભાવ ચુકવવો પડે છે. આ એક નવી સામાન્ય બાબત છે. એસી જે રીતે કામ કરે છે તેમાં રિસરકયુલેટેડ અરનો વપરાશ થાય છે જેથી તે જલદીથી અને વધારે ઠંડુ થાય છે. આપણે યારે તાજી હવાનો ઉપયોગ કરીએ ત્યારે કોચને ઠંડો થવા માટે વધારે સમય લાગે છે અને ઊર્જાનો વપરાશ પણ વધુ થાય છે, એમ એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application