દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. પીએમ બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર બ્રુનેઈ જઈ રહ્યા છે અને અહીં બે દિવસની મુલાકાતે હશે. આ કોઈ સામાન્ય દેશ નથી, અહીં ઘણા કડક કાયદા લાગુ છે. આટલું જ નહીં, અહીંના રાજવી પરિવારની પણ ઘણી ચર્ચા છે. પીએમની મુલાકાત, ત્યાંના કાયદા અને શાહી પરિવારના કારણે ભારતમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.હસનલ બોલ્કિયા પોતાની લકઝરી લાઈફ માટે આખી દુનિયામાં ફેમસ છે. સૌથી ખાસ છે નાકા મહેલ જે કેટલાય એકરમાં ફેલાયેલો છે અને તેમાં સોનાની ઘણી વસ્તુઓ છે. આ સિવાય તેમની પાસે એક પ્રાઈવેટ પ્લેન છે, જે પણ સોનાથી મઢેલું છે. આ સાથે એવું કહેવાય છે કે બ્રુનેઈના સુલતાન પાસે દુનિયામાં સૌથી વધુ વાહનોનું કલેકશન છે. ઘણા વાહનો પર સોનાનો ઢોળ ચઢાવ્યો છે. સુલતાનની પ્રોપર્ટી અંગે ઘણા અહેવાલો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની પાસે કુલ ૩૦ અબજ ડોલરની સંપત્તિ છે.
હસનલ બોલ્કિયા બ્રુનેઈના શાસક છે. આ એ સુલતાન છે જેની ગણતરી દુનિયાના અમીર લોકોમાં થાય છે. આ દેશ વર્ષ ૧૯૮૪માં બ્રિટનથી આઝાદ થયો હતો. દરમિયાન સુલતાન ઉમર અલી સૈફુદ્દીન તૃતીય ૫ ઓકટોબર ૧૯૬૭ થી આ દેશના રાજા હતા. આ પછી હસનલ બોલ્કિયા લગભગ ૫૯ વર્ષ સુધી બાદશાહ પદ સંભાળી રહ્યા છે. તે પોતાની વૈભવી જીવનશૈલી અને સંપત્તિના કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. આ દેશમાં શરિયત કાનુન અનુસાર સજા આપવામાં આવે છે.
સુલતાનનો સોના પ્રત્યેનો પ્રેમ એટલો બધો છે કે ઘરમાં સોનાની કુંડીઓ છે. એટલું જ નહીં કાર અને પ્લેન પર પણ સોનું લગાવવામાં આવ્યું છે. સુલતાનનું ખાનગી વિમાન પણ સામાન્ય વિમાન નથી. આ પ્લેન અંદરથી બિલકુલ પીળા રંગનું દેખાય છે એટલે કે તમને લાગશે કે આ ગોલ્ડ પ્લેન છે. કારણ કે તેમાં મોટા પ્રમાણમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની સંપત્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેમણે એક વખત તેમની પુત્રીને એરબસ એ૩૪૦ ભેટમાં આપી હતી.
તે દક્ષિણ પૂર્વ એશિયામાં એક સમૃદ્ધ અને નાનો દેશ છે, યાં વસ્તી ૫ લાખથી ઓછી છે અને અહીં સરેરાશ ઉંમર પુષો માટે ૭૩ અને ક્રીઓ માટે ૭૫ છે. બ્રુનેઈને ૧૯૮૪માં આઝાદી મળી હતી. દક્ષિણ ચીન સાગર તેની ઉત્તરે અને તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં મલેશિયા આવેલો છે. અહીંની સરકારની આવકનો મુખ્ય ક્રોત તેલ અને ગેસ છે, જે દેશના જીડીપીમાં ૮૦ ટકા યોગદાન આપે છે.
આ દેશમાં શરિયત કાનુન અનુસાર સજા આપવામાં આવે છે. અહીં તાલિબાન અને કેટલાક આરબ દેશો જેવા કાયદા છે. જો કોઈ ચોરી કરતા પકડાય તો તેના હાથ કાપી નાખવામાં આવે છે અને બળાત્કારની સજા મૃત્યુ છે. અહીં એલજીબીટીકયું લોકો માટે પથ્થર મારીને મૃત્યુની સજા છે. આંતરરાષ્ટ્ર્રીય સ્તરે પણ આ અંગે નારાજગી જોવા મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech