ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેઓએ બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને ૨–૧થી હરાવ્યું હતું. હોકીમાં ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. આ ઉપરાંત દેશે ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ ૮ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ પણ જીત્યા છે. ગત ટોકયો ઓલિમ્પિકમાં પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતીય હોકી ટીમે ૫૨ વર્ષ બાદ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે.
ભારતીય હોકી ટીમે ૫૨ વર્ષ બાદ ઓલિમ્પિકમાં સતત ૨ મેડલ જીત્યા છે. આ પહેલા ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી ભારતે હોકીમાં સતત ૪ મેડલ જીત્યા હતા. ત્યારબાદ ૧૯૭૬ના ઓલિમ્પિકમાં દેશને એકપણ મેડલ મળ્યો ન હતો. આ પછી ૧૯૮૦માં ગોલ્ડ જીત્યો હતો.
૧૯૮૦થી ભારતીય ટીમ ઓલિમ્પિકમાં મેડલ માટે ઝંખતી હતી. ૪૦ વર્ષ પછી ભારતીય હોકી ટીમે ટોકયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે હરમનપ્રીત સિંહની કાનીમાં ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતીને ૫૨ વર્ષ બાદ ઈતિહાસ રચ્યો છે. ૧૯૭૨ પછી ભારતે હોકીમાં સતત ૨ મેડલ જીત્યા છે. ૧૯૬૮ અને ૧૯૭૨માં પણ ભારતે માત્ર સતત બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ૫ મેડલ જીત્યા છે. જેમાં ચાર બ્રોન્ઝ અને એક સિલ્વરનો સમાવેશ થાય છે. શૂટિંગમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સૌ પ્રથમ મનુ ભાકરે ૧૦ મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે પણ મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપિનલ કુસલેએ પુષોની ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech