કરિના કપૂરને પાછળ રાખી કંગના રનૌત નીકળી આગળ, જયલલિતા બાદ હવે કરશે સીતાનો રોલ 

  • September 14, 2021 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અને 4 વખત રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર અભિનેત્રી કંગના રનૌત પડદા પર જયલલિતાની ભૂમિકા ભજવ્યા બાદ હવે બીજી મોટી ભૂમિકા કરવા જઈ રહી છે. કંગના હવે મહાકાવ્ય 'ધ અવતાર-સીતા' માં મુખ્ય ભૂમિકા એટલે કે સીતાનો રોલ ભજવશે. થોડા સમય પહેલા આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ માટે પહેલા અભિનેત્રી કરીના કપૂર ખાનનું નામ સામે આવ્યું હતું. પરંતુ મળતા રિપોર્ટ મુજબ કરીનાએ આ રોલ માટે ખૂબ ઉંચી ફીની માંગણી કરી હતી.

 

 

'થલાઇવી' પછી, 'સીતા' કંગનાની બીજી પેન ઇન્ડિયા ફિલ્મ હશે, જે 5 ભાષાઓમાં રિલીઝ થશે. અલૌકિક દેસાઇ 'સીતા'નું ડિરેક્શન સંભાળશે. નિર્માતાઓએ હવે કંગના રાણાવતના નામ પર મહોર લગાવી દીધી છે. કંગના રાણાવતે પણ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા આની પુષ્ટિ કરી છે..
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS