કમકમાટી ભર્યો અકસ્માત, ઘટનાસ્થળે જોવા મળ્યા વિચલિત કરી દે તેવા દ્રશ્યો, મહારાષ્ટ્ર ખાતેથી લગ્નપ્રસંગ પતાવી પરિવાર વરતેજ પરત ફરી રહ્યો હતો

  • June 16, 2021 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વટામણ તારાપુર હાઇવે વચાળે દરગાહના ટનિંગમાં ઇન્દ્રણજ ગામ પાસે આજે સવારે ૬.૩૦ વાગ્યે તારાપુર તરફથી ભાવનગરના વરતેજ તરફ જઇ રહેલા પરિવારથી ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક સહિત 9 ના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે પ્રાપ્ત માહિતી મુજબ ઇકો કાર (નં. જીજે૧૦ ટીવી-૦૪૦૯) માં ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે વટામણ તારાપુરના ઇન્દ્રણજ ગામ પાસે ટ્રક (નં. એમપી -૦૯ એચએફ -૯૬૪૨) વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત 9 વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં લાશોના ચીથરા ઉડી ગયા હતા. ક્ષતવિક્ષત હાલતમાં ઈકો કારમાં લાશો પડી હતી. આ અકસ્માતના દ્રશ્ય જોનાર લોકોના મન વિચલિત કરી દેવી ઘટના હતી. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોને ઈકો કારમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે. પોલીસે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




આ દુર્ઘટના સર્જાયા બાદ ટ્રકચાલક ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી દુર્ધટનામાં ભોગ બનેલા મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કારમાં સવાર નવ લોકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે મહારાષ્ટ્ર ખાતેથી લગ્નપ્રસંગ પતાવી આ પરિવાર વરતેજ ગામે પરત ફરી રહ્યો હતો અને તે વેળાએ અરેરાટી વ્યાપી જાય તેવી ઘટના બની છે.
 

ઇકો કાર ભાંગીને અડધી થઇ ગઇ

અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારમાં સવાર એક જ પરિવારના 9 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માત તારાપુર ઇન્દ્રાજ પાસે થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની ટક્કરે ઇકો કાર અડધી થઇ ગઇ હતી. ઇકો કારમાં એક બાજુ લાશોનો ઢગલો થઇ ગયો હતો. ક્ષતવિક્ષત હાલતમાં ઇકો કારમાં લાશો પડી હતી. અરેરાટીભર્યા અકસ્માતનો નજારો જોઇને દરેક કોઇના મનમાં ગમગીની છવાઇ ગઇ હતી. ઇકો કારના સ્પેરપાર્ટસ પણ બહાર આવી ગયા હતા.



રોડનું કામ વર્ષોથી ચાલે છે : અંધારામાં બંને વાહનો અથડાયા

આ અકસ્માત રોડના કામો શરૂ હોવાના વાંકે થયો હોવાનું કહી હાઇવે જેનું લાંબા વર્ષોથી રોડનું ચાલી રહ્યું છે. વિવાદોને કારણે છ લેન હાઇવેનું કામ ધકેલપંચે ચાલી રહ્યું છે. જેથી વર્ષોથી એક જ સાઇડનો રોડ ચાલુ હતો. તેથી વહેલી સવારના અંધારામાં બે ગાડીઓ સામસામે ભટકાઇ હતી.




અકસ્માત બાદ બંને બાજુ ટ્રાફિકજામ

સર્જાયેલ અકસ્માતમાં 9 ના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. સવારે ૬.૩૦ વાગ્યે અકસ્માત સર્જાયા બાદ બંને બાજુ ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ બનાવ બાદ તારાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ  પટેલ અને ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS