રાજકોટ એરપોર્ટ પરથી કાલથી સવારથી સાંજ દસ જેટલી ફ્લાઇટ ઉડાન ભરશે

  • March 27, 2021 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના એરપોર્ટ પર આવતી કાલથી સવારથી સાંજ સુધીમાં 10 જેટલી ફ્લાઇટ ઉડાન ભરશે. તારીખ 28 થી ઈન્ડિગો ની ચાર ફ્લાઈટ થવા જઈ રહી છે ત્યારે આજે એરપોર્ટ તંત્ર દ્વારા નવી ફ્લાઇટ નું સ્વાગત કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના એરપોર્ટ પરથી આવતીકાલથી દરરોજ મુંબઈ ,દિલ્હી, હૈદરાબાદ અને બેંગલોર માટે ની હવાઈ સેવા શરૂ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ના લીધે છેલ્લા એક સપ્તાહથી મુંબઈ અને દિલ્હી સહિતના શહેરો માટે નો ટ્રાફિક ઘટયો છે એક અંદાજ મુજબ મુંબઈ માટે 50 ટકા થી વધુ ઘટ્યો ગયો છે.

 

 

આવતીકાલથી એટલેકે 28 એપ્રિલથી રાજકોટ એરપોર્ટ પર 1ર ફલાઇટ ઉડાન ભરવાની હતી. પરંતુ સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાની એકથી બે ફલાઇટ હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે સવારે 6 થી રાત્રે 9 સુધી એરપોર્ટ ધમધમશે, મુંબઇ-દિલ્હી-બેંગ્લોર-હૈદ્રાબાદ માટે સંચાલન એર ઇન્ડીયા-સ્પાઇસ જેટ-ઇન્ડીગો વચ્ચે જબરી હરીફાઇ જામે તેવા એંધાણ વતર્ઇિ રહ્યા છે જેના લીધે પ્રવાસીઓને બખ્ખા થઈ જશે.

 


રાજકોટ એરપોર્ટ પરથી હાલ રોજની 8 ફલાઇટો સ્પાઇસ-જેટ-એર ઇન્ડીયા-મુંબઇ-દિલ્હી-હૈદ્રાબાદ માટે ઉડાવી રહી છે, તમામ ફલાઇટો મહંદઅંશે ફુલ હોય છે, એરપોર્ટમાં રન-વે 800 મીટર વધી જતા અને ડાયરેકટર દિગંત બોરહ દ્વારા તમામ પ્રકારની  સુવિધાઓ ઉભી કરાતા રાજકોટ એરપોર્ટ ધમધમી રહ્યું છે. અને દરેક ફલાઇટનું સફળ સંચાલન થઇ રહયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS