રાજકોટ, સુરેન્દ્રનગર સહિત રાજ્યના 4 શહેરોમાં 40 ડિગ્રીને પાર કરતું તાપમાન

  • May 25, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજુ ગરમીમાં વધારો થશે: બફારાનું પ્રમાણ પણ વધુ



વાવાઝોડા અને વરસાદને કારણે બે દિવસ માટે વાતાવરણમાં ઠંડક રહ્યા બાદ ફરી ગરમીનું જોર વધી રહ્યું છે અને મહત્તમ તાપમાનનો પારો દિવસો દિવસ ઊંચે ચડી રહ્યો છે રાજકોટ સહિત રાજ્યના ચાર શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે અને હજુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

 


હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટમાં 40.3 ભુજમાં 40.6 વલ્લભવિદ્યાનગરમાં 40 અને ડીસામાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે અમરેલીમાં 39.5 અને સુરેન્દ્રનગરમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.

 


દરિયા તરફથી ભેજવાળા પવનો ફૂંકાતા હોવાના કારણે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોય છે અને સવારથી જ લઘુતમ તાપમાનનો પારો 30 ડિગ્રી પહોંચી જતો હોવાથી સવારથી આખો દિવસ અસહ્ય બફારો સહન કરવો પડે છે બપોરે મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી જાય છે.

 

પવનની ગતિ સરેરાશ 14 કિલોમીટર આસપાસ હોય છે અને તેના કારણે બપોરે રૂ, ગરમી અને બફારાનો ત્રીપલ એટેક લોકો સહન કરતા હોય છે કોરોના ની વર્તમાન પરિસ્થિતિ માં માસ્ક પહેરવા નું ફરજીયાત છે જો તે ન પહેરીએ તો કોરોનાની ઝપટમાં આવી જવાની બીક હોય છે સાથોસાથ દંડ પણ ભરવો પડે છે અને જો અત્યારની સ્થિતિમાં આખો દિવસ અને તેમાં પણ ખાસ કરીને બપોરે માસ્ક પહેરી રાખવો પડે તો શ્વાસ કેમ લેવો તે મોટી સમસ્યા થઈ જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS