હવે ગરમી ભુક્કા કાઢશે: અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા અને કંડલામાં 37 ડિગ્રીથી વધુ તાપમાન

  • March 03, 2021 12:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર કંડલા અમરેલી વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો છે તો ડીસા રાજકોટ ભુજ મહુવા સહિત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી લગોલગ આવી ગયું છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ મહતમ તાપમાનનો પારો ઊંચો જશે અને આગામી ચાર દિવસ દરમિયાન ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઊંચકાશે.

 


અમરેલી અને વડોદરામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં 37.1 કંડલામાં 37.2 મહુવામાં 36.8 રાજકોટમાં 36.6 સુરતમાં 36.2 ભુજમાં 36.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

 


સવારે ભેજવાળા વાતાવરણના કારણે ગરમીમાં થોડી રાહત રહે છે સાથોસાથ સવારે પવનની ગતિ સરેરાશ 12થી 18 કિલોમીટર રહેવા પામે છે અને તેના કારણે ગરમીમાં રાહત મળે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ મહત્તમ તાપમાનનો પારો ઊંચકાય છે અને આખો દિવસ સૂર્યપ્રકાશિત વાતાવરણ સાથે ગરમીનું જોર વધુ રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application