રાજકોટમાં 41 ડિગ્રીને પાર કરતું તાપમાન: 20 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઇ

  • April 01, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એકાદ સપ્તાહ સુધી ગરમીનુ મોજૂ ફરી વળ્યા બાદ આવતીકાલથી હીટ વેવનુ વાતાવરણ પૂરું થાય છે સવારે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને મહત્તમ તાપમાનનો પારો મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી નીચે ઉતરી જશે. રાજકોટમાં બપોરે 2-30 વાગ્યે મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયુ હતુ અને 20 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઇ હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈકાલે રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું સૌથી ઊંચું તાપમાન અમરેલીમાં 41.4 ડિગ્રી નોંધાયું હતું રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન ગઈકાલે રહ્યું હતું આ ઉપરાંત સુરેન્દ્રનગર કંડલા ગાંધીનગર અમદાવાદ વડોદરા અને ડીસામાં પણ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સાઉથ ઈસ્ટ દીશામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે અને તેની અસરના ભાગરૂપે ભેજવાળા પવનો દરિયા તરફથી ફૂકાતા હોવાથી ગરમીનું પ્રમાણ ઘટશે પરંતુ બફારો વધશે તેમ જણાઈ રહ્યું. બંગાળની ખાડીમાં સાઉથ ઈસ્ટ દિશામાં લો પ્રેશર સર્જાયું છે ચોમાસાની આગામી સિઝન પહેલાંનું બંગાળની ખાડીનું આ પ્રથમ લો પ્રેશર સર્જાયું છે અને તેના કારણે સાઉથ આંદામાન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વાતાવરણમાં પલ્ટો આવવાના કારણે રાજસ્થાન હરિયાણા દિલ્હી અને વેસ્ટ ઉત્તર પ્રદેશમાં અમુક સ્થળોએ ધૂળની ડમરી ઉડાડતો પવન 30થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે એવી ચેતવણી આપવામાં આવી છે.

 

 

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સતત બીજા દિવસે વધારે
દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત બીજા દિવસે ભેજનું પ્રમાણ વધુ નોંધાયું છે પોરબંદરમાં 98 ઓખામાં 90 કંડલામાં 93 દીવમાં 96 દ્વારકામાં 77 વેરાવળમાં 85 નલિયામાં 85 ભુજમાં 87 નલિયામાં 85 કેશોદમાં 93 ટકા ભેજ નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS