રાજકોટ, પોરબંદર, વેરાવળ, મહુવામાં ૩૪ ડિગ્રીને પાર કરતું તાપમાન

  • February 14, 2020 11:36 AM 6 views

સી.બી કલાઉડ ફોર્મેશનના કારણે ગઈકાલે સવારે વાદળિયું વાતાવરણ રહેવા પામ્યું હતું.વાદળો વિખેરાતાની સાથે ગરમીનું પ્રમાણ વધી ગયું છે . રાજકોટ, પોરબંદર,વેરાવળ, મહત્પવામાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીને પાર કરી ગયું છે. ભુજ અને દીવમાં મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રી નોંધાયો છે.


પોરબંદરમાં ૩૪. ૪ ,રાજકોટમાં ૩૪, વેરાવળમાં ૩૪. ૭, સુરેન્દ્રનગરમાં ૩૩ .૫, મહત્પવામાં ૩૪. ૪, કેશોદમાં ૩૪, નલિયામાં ૩૩ .૬, કંડલા એરપોર્ટ પર ૩૩. ૯, અમરેલીમાં ૩૩ .૮ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે.


સવારનું લઘુત્તમ તાપમાન પણ ઐંચકાયુ છે અને રાજકોટમાં ૧૭ .૨, કેશોદમાં ૧૭ .૪, ભાવનગરમાં ૧૯, પોરબંદરમાં ૧૯.૨, ભુજમાં ૧૫.૮, નલિયામાં ૧૪, સુરેન્દ્રનગરમાં ૧૮.૫, અમરેલીમાં ૧૮, મહત્પવામાં ૧૭. ૭ ડિગ્રી રહેવા પામી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ રાજકોટમાં ૬૯, કેશોદમાં ૬૮, ભાવનગરમાં ૫૫, પોરબંદરમાં ૭૬, વેરાવળમાં ૬૪, ભુજમાં ૬૨, નલિયામાં ૭૬, સુરેન્દ્રનગરમાં ૬૦, અમરેલીમાં ૫૬, મહત્પવામાં ૬૪ ટકા ભેજ આજે સવારે નોંધાયો છે.પવનની ગતિ સરેરાશ ૮ થી ૧૨ કિલોમીટર વચ્ચે રહેવા પામી છે